એક સદી જૂનો ધંધો હતો તો પછી ‘કચોરી કિંગ’ જયંત વ્યાસે કેમ કરી આત્મહત્યા?

જામનગર: 117 વર્ષ જૂના ધંધાને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવાય એ જામનગરના જયંત વ્યાસ પાસેથી શિખવા જેવું હતું. તેમણે પોતાના પિતાના કચોરી વેચવાના વ્યસાયને મોટી એચ.જે. વ્યાસ મીઠાઈવાલા નામની બ્રાન્ડ સુધી પહોંચાડ્યો હતો. પરંતુ હવે જયંત વ્યાસ આપણી વચ્ચે રહ્યા નથી. કારણ કે તેમણે આત્મહત્યા કરી લીધી છે.
શિવ મંદિરમાં ‘કચોરી કિંગે’ કરી આત્મહત્યા
‘કચોરી કિંગ’ તરીકે જાણીતા ૮૦ વર્ષીય ઉદ્યોગપતિ જયંત વ્યાસ દરરોજ સવારે જામનગર સ્થિત તેમના નિવાસસ્થાનની નજીકના બાલનાથ મહાદેવ મંદિરે દર્શન માટે જતા હતા.
આપણ વાંચો: ચ્છમાં અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ચાર યુવાનોના જીવ ગયા
ગુરૂવારે સવારે લગભગ 5.30 વાગ્યે તેઓ બાલનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. તેમની પાસે લાઈસન્સવાળી રિવોલ્વર પણ હતી. મહાદેવના દર્શન કરીને જયંત વ્યાસે પોતાના ગળા પાસે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, સવારનો સમય હતો. તેથી મંદિરમાં કોઈ ન હતું.
સવારની આરતીની તૈયારી કરવા જ્યારે પૂજારી મંદિરમાં ગયા ત્યારે જયંત વ્યાસ લોહીમાં ખરડાયેલા હતા. તેઓને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક કલાકમાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના અવસાનથી મિઠાઈ-ફરસાણના વેપારીઓ સહિત સમગ્ર જામનગરમાં શોકનો માહોલ છવાયો હતો.
આપણ વાંચો: અમદાવાદ જેવી ઘટના મુંબઈમાંઃ આ કારણે CA યુવાને કરી આત્મહત્યા
જયંત વ્યાસના ખિસ્સામાંથી મળી સુસાઇડ નોટ
જામનગરના જાણીતા ઉદ્યોગપતિની આત્મહત્યાની તપાસ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, “પત્નીના મૃત્યુ બાદ જયંત વ્યાસ હતાશ થઈ ગયા હતા અને લોકોથી દૂર રહેવા લાગ્યા હતા. તેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખેલું હતું કે, તેઓ આત્મહત્યા કરવા ઈચ્છે છે. સુસાઇડ નોટના લખાણની સાથોસાથ તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે”
આપણ વાંચો: મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત
4 થી 5 દિવસ સુધી બંધ રહેશે દુકાન
એચજે વ્યાસ મિઠાઈવાલાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પોતાના સ્થાપકના મૃત્યુનો શોક વ્યક્ત કરતા લખ્યું કે, “ગહન દુ:ખ સાથે અમે આપને એચજે વ્યાસ મિઠાઈવાલાના પ્રિય સંસ્થાપક શ્રી જયંતભાઈ વ્યાસના અવસાનની સૂચના આપીએ છીએ.
આ પૂરી ન શકાય તેવી ખોટનો શોક વ્યક્ત કરતાં, પરિવાર અને ટીમને સાંત્વના આપવા અને સન્માનના પ્રતિક રૂપે આગામી 4 થી 5 દિવસ સુધી દુકાન બંધ રહેશે.”
ઉલ્લેખનીય છે કે, જયંતભાઈના પિતાએ 1908માં કચોરીની એક દુકાન શરૂ કરી હતી. જેને જયંત વ્યાસે એચજે વ્યાસ મિઠાઈવાલા નામની બ્રાંડમાં પરિવર્તિત કરી હતી. આજે અડધા ડઝન દેશોમાં તેની શાખાઓ ઉપ્લબ્ધ છે. વધતી ઉમર અને સ્વાસ્થ્યની સમસ્યાઓને લઈને જયંત વ્યાસે નિવૃત્તિ લીધી હતી. હવે તેમનો આ વ્યવસાયને તેમના ભત્રીજાઓ ચલાવી રહ્યા છે.