જામનગરસ્પોર્ટસ

રિવાબા જાડેજા ભારતીય ખેલાડીઓ મુદ્દે આ શું બોલી ગયા? સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ

જામનગરઃ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં વિધાનસભ્ય રિવાબા જાડેજા પોતાના નિવેદનને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે તાજેતરમાં રિવાબાએ નવું એક નિવેદન આપીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.

અહીંના એક કાર્યક્રમમાં રિવાબા જાડેજાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર આરોપ લગાવ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે. રિવાબાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અનેક લોકો આ નિવેદન પર પોતાના પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યાં છે.

આપણ વાચો: જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની સમસ્યાઓ લઈ વાલીઓ રાજ્ય પ્રધાન રિવાબા જાડેજાને મળ્યા

પતિના વખાણ પણ બાકીના ખેલાડીઓ પર આરોપ

એક કાર્યક્રમમાં રિવાબા જાડેજાએ પોતાના પતિ રવિન્દ્ર જાડેજાની પ્રામાણિકતા અને શિસ્તના લખાણ કર્યાં હતાં, પરંતુ આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના બીજા ખેલાડીઓ પર પણ ટિપ્પણી કરી હતી.

રિવાબાનું કહેવું છે કે રવિન્દ્ર જાડેજા દુનિયાના અનેક દેશોમાં જેમ કે લંડન, દુબઈ અને ઓસ્ટ્રેલિયામાં રમવા માટે જાય છે, પરંતુ તેઓ ક્યારેય કોઈ ખોટી આદત અથવા તો વ્યસનનો શિકાર બન્યા નથી. આ કાર્યક્રમમાં પોતાના પતિના ખૂબ જ વખાણ કર્યાં છે. તેમનું કહેવું છે કે રવિન્દ્ર જાડેજા આજ સુધી કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કર્યું.

આપણ વાચો: ક્રિકેટરના પત્નીમાંથી ‘મંત્રી’: રિવાબા જાડેજાની ટૂંકી પણ સફળ રાજકીય સફર…

ભારતીય ખેલાડીઓ વિદેશમાં ખોટા કામો કરે છે?

રિવાબાએ આ દરમિયાન ભારતીય ટીમના બીજી ખેલાડીઓ પર ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું છે કે ટીમમાં બાકી દરેક ખેલાડીઓ વિદેશમાં જઈને ખોટા કામો કરતા હોય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. રિવાબા જાડેજાનું આ નિવેદન ભારતીય ક્રિકેટ ટીમ પર સવાલો કરી રહી છે.

શું ખરેખર ભારતીય ખેલાડીઓ વિદેશમાં જઈને વ્યસનો કે ખોટી આદતોમાં સપડાઈ જાય છે? એટલું જ નહીં પરંતુ રિવાબાએ વધુમાં કહ્યું કે, જાડેજા ઇચ્છે તો તે પણ આવું કરી શકે છે, તેમણે મને પૂછવાની પણ જરૂર નથી. પરંતુ તેઓ પોતાની જવાબદારીઓને સારી રીતે સમજે છે અને હંમેશાં શિસ્તમાં રહે છે.

આપણ વાચો: મેચ જીત્યા પછી જાડેજા ‘બાપુ’એ પત્ની રિવાબાને શું આપી હતી ભેટ?

ભારતીય ક્રિકેટ ટીમ પર ટિપ્પણી કરતા વિવાદ શરૂ

આ પહેલી વખત નથી કે, રિવાબા જાડેજાએ કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય! આ પહેલા પણ આવા નિવેદનો માટે તેઓ વિવાદમાં આવેલા છે, પરંતુ હવે તો તેમણે આખી ભારતીય ક્રિકેટ ટીમ પર વિવાદિત ટિપ્પણી કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ પર આવી ટિપ્પણી કરવી એ ખૂબ જ મોટી બાબત છે.

આ મુદ્દો મોટા વિવાદનું કારણ પણ બની શકે છે. ભારતીય ક્રિકેટ ટીમ આ નિવેદન મામલે પોતાનો જવાબ આપશે કે કેમ તે એક પ્રશ્ન છે! પરંતુ લોકો સોશિયલ મીડિયામાં આ ટિપ્પણી મામલે રિવાબાને જવાબ આપી રહ્યાં છે.

આઈપીએલ 2026માં નવી ટીમમાં જોવા મળશે જાડેજા

રિવાબાના નિવેદનની વચ્ચે જાડેજા અંગે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે. આઈપીએલ 2026માં રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સની જર્મીમાં જોવા મળશે. ગત સિઝન સુધી તો ચેન્નઈ સુપરકિંગ્સમાં હતો, પરંતુ આ વખતે રાજસ્થાન રોયલ્સ વતીથી રમશે.

સૌથી રસપ્રદ વાત એ હતી કે જાડેજા 2008 આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે પણ રાજસ્થાનમાં હતો. એટલે ફરી એક વખત પોતાની ફર્સ્ટ ફ્રેન્ચાઈઝીમાં રિટર્ન થશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button