મોલમાં મૂવી જોવા ગયેલી Radhika Merchant કેમ ફિલ્મ જોયા વિના જ પાછી ફરી?
નીતા અંબાણી ( Nita Ambani) પછી અંબાણી પરિવારના તમામ સભ્યોમાં સૌથી વધુ લાઈમલાઈટમાં રહેતું હોય તો તે છે પરિવારમાં આવેલી નવી વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant). રાધિકા તેની ફેશન સેન્સને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાઈ જતી હોય છે. હાલમાં પણ સોશિયલ મીડિયા પર રાધિકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : પતિ મુકેશ અંબાણીને મૂકીને આ કોની સાથે ડેઝર્ટમાં વેકેશન માણી રહ્યા છે નીતા અંબાણી? વાઈરલ ફોટો જોઈને…
જેમાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે મોલમાં ફરતી જોવા મળી રહી છે. અનેક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે મોલમાં મૂવી જોવા ગઈ હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું હતું કે જેને કારણે તેને મૂવી જોયા વિના જ પાછા ફરવું પડ્યું હતું, ચાલો જોઈએ આખરે એવું તે શું થયું હતું-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રાધિકા મર્ચન્ટ પોતાની બહેનપણીઓ સાથે મોલમાં આરામથી ફરતી હોય છે. અલબત્ત આસપાસમાં સિક્યોરિટી ગાર્ડ હોય જ છે. એવું કહેવાય છે કે રાધિકા ગુજરાતના જામનગર ખાતે આવેલા મોલમાં બહેનપણીઓ સાથે મૂવી જોવા પહોંચી જતી હતી, પરંતુ જેવી લોકોને જાણ થઈ કે મોલમાં રાધિકા મર્ચન્ટ આવી છે કે તેને જોવા માટે ભીડ ઉમટવા લાગે છે. જેને કારણે ભારે સિક્યોરિટી હોવા છતાં પણ રાધિકા અને તેની બહેનપણીઓને આખરે ફિલ્મ જોયા વિના જ પાછા ફરવું પડ્યું હતું.
જોકે, આ બાબતે સતાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ નથી થઈ શકી કે ન તો આ વીડિયો જામનગરના કે મુંબઈના જ કોઈ મોલનો છે એના વિશે માહિતી મળી શકી નહોતી. સોશિયલ મીડિયા પર રાધિકાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોવા મળે છે કે રાધિકા એકદમ સિમ્પલ લૂકમાં બહેનપણીઓ સાથે ખૂબ જ આરામથી મોલમાં ફરતી જોવા મળી રહી છે. આ સમયે તેણે ડેનિમનું જિન્સ, વ્હાઈટ ટી-શર્ટ અને તેની સાથે હૂડી પહેરી હતી. ખુલ્લાવાળોમાં અંબાણી પરિવારની વહુરાણીની સાદગી જોઈને નેટિઝન્સ એકદમ મોહી પડ્યા હતા.
આ પણ વાંચો : હેં, શું Aishwarya Rai-Bachchan વીગ પહેરે છે? શું છે આ વાઈરલ દાવાની સચ્ચાઈ…
આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને નેટિઝન્સ વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાધિકા આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે રિલાયન્સની માલકિન તેની જ કંપનીના બ્રાન્ડની દુકાન સામેથી પસાર થઈ રહી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લેજો…