જામનગર

ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત; માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું

જામનગરઃ જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનામાં માતાએ તેના ચાર સંતાનો સાથે ગામના જ કૂવામાં પડતું મૂકીને જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પાંચ મૃતદેહો બહાર કાઢ્યા
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમે કૂવામાંથી એક પછી એક એમ પાંચ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

આપઘાત પાછળનું કારણ અકબંધ
હાલ તો પોલીસે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ CHC ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ભાનુબેન ટોરીયા (ઉ.વ.32), આયુષ ટોરીયા (ઉ.વ.10), આનંદી ટોરીયા (ઉ.વ.4), અંજુ ટોરીયા (ઉ.વ.8) અને ઋત્વિક ટોરીયા (ઉ.વ.3) વર્ષ તરીકે થઈ છે. હાલ પોલીસે પરિણીતાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સબંધિત લોકોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button