
જામનગરઃ પતિ-પત્ની ઔર વોના કિસ્સાઓ અત્યારે વધી રહ્યાં છે. ભારતભરમાં છેલ્લા 3 મહિનામાં આવી 10થી પણ વધારે ઘટનાઓ બની છે. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પત્નીની હત્યા કરી દીધી હતી. આવો જ એક કિસ્સો ગુજરાતમાં પણ બન્યો છે. જામનગરમાં પોતાના પ્રેમી સાથે રહેવા માટે પત્નીએ પતિની હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પત્ની કોઈ અન્ય યુવકના પ્રેમમાં હતી, અને પતિ તેના પ્રેમ સંબંધમાં નડતરરૂપ બની રહ્યો હતો, જેથી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાદી દીધો. એટલું જ નહીં પરંતુ આ હત્યાને રોડ અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ આખરે પોલીસે તે બન્નેની ધરપકડ કરી લીધી છે.
હત્યાની ઘટનાને રોડ અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો, જામનગર પંચ એ ડિવિઝન દ્વારા મૃતકની પત્ની રિંકલ પટેલ અને તેના પ્રેમી અક્ષય ડાંગરિયાની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, જામનગરના વિજરખી ડેમ પાસે બાઈક પર જઈ રહેલા રવિ પટેલને જીપ ચાલકો ટક્કર મારી હતી, આ દરમિયાન રવિ પટેલના માથાના ભાગે ઈજા થતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: મેરઠ હત્યાકાંડમાં નવો ખુલાસો! મુસ્કાને સૌરભનો મૃતદેહ છુપાવવા માટે ડ્રમ નહીં, પણ…
પોલીસે તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારૂ સત્ય
મૃતકના પિતાએ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જીપ ચાલક અક્ષય ડાંગરિયાનો મૃતકની પત્ની રિંકલ સાથે પ્રેમ સંબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ પ્રેમી અને પ્રેમિકાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. અત્યારે પોલીસે બન્ને આરોપીઓ ધરપકડ કરી લીધી અને આગળની તપાસ હાથ ધરી દીધી છે. પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે CRPC” ની કલમ 103 (1), 61(2)(A) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.