જામનગરમાં વિસર્જન વખતે કરૂણાંતિકાઃ તળાવમાં ડૂબતા પિતા સહિત બે બાળકનાં મોત

જામનગરઃ જામનગરના નાઘેડી વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. ગણેશ વિસર્જન દરમિઆન પિતા અને બે બાળકોનું તળાવમાં ડૂબી જતાં મોત થયું છે.
ગણેશ વિસર્જન સમયે પિતા અને બે બાળક સાથે તળાવ પાસે ગયા હતા. આ દરમિયાન કોઈક કારણોસર ત્રણેયનું ડૂબી જતા મોત થયા છે. એક જ પરિવારમાં ત્રણ જણનાં મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આખરે શા કારણે આ દુર્ઘટના સર્જાઈ સર્જાઈ તેના વિશે કોઈ જાણકારી મળી નથી.
આપણ વાંચો: મોઝામ્બિકના દરિયાકાંઠે મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 91 લોકોનાં મોત
ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા
તળાવમાં પિતા સહિત ત્રણ લોકો ડૂબ્યા હોવાની જાણ થતા સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી. આઈ. રાઠોડ સહિત પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહને કાઢી લેવામાં આવ્યાં અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અત્યારે ભારે શોક જનક છે.
કારણ કે, મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવમાં આવ્યાં હોવા છતાં પણ લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા માટે જઈ રહ્યાં છે.
આપણ વાંચો: નદીના ચેકડેમમાંથી ભેંસો કાઢવા જતાં ડૂબી જવાથી બેના મોત
વિસર્જનનો કુંડ બનાવવા ઉપયોગ કેમ ના કર્યો?
તંત્ર દ્વારા જે સુવિધાઓ લોકોને આપવામાં આવી છે, તેનો ઉપયોગ કરવાને બદલે ગણેશ વિસર્જન માટે લોકો અન્ય તળાવનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.
જામનગરમાં પણ આવી સ્થિતિ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યાં છે તેનો ઉપયોગ કરવાની જગ્યાએ અન્ય તળાવનો શા માટે લોકો ઉપયોગ કરી રહ્યાં છે? તે પણ એક ચર્ચાનો વિષય છે.