જામનગરમાં 19 ગામના ખેડૂતોનું ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન, સારા ભાવ માટે કરી માંગ | મુંબઈ સમાચાર
જામનગર

જામનગરમાં 19 ગામના ખેડૂતોનું ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન, સારા ભાવ માટે કરી માંગ

જામનગરઃ જામનગરમાં ધુતારપુર ગામમાં ખેટૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધુતારપુર ગામ જે કૃષિ પ્રધાન રાઘવજી પટેલના મત વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ધુતારપુર ગામમાં આસપાસના 19 ગામના ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સરકાર સામે માંગણી કરી છે કે, તેમને ડુંગળીનો યોગ્ય ભાવ અપાવવામાં આવે તેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ નીકળી શકે.

શું કહે છે ડુંગળીના ભાવનું સરવૈયું?

આંકડાની વાત કરવામાં આવે તો, અત્યારે એક મણ ડુંગળીનો ભાવ રૂપિયા 20 થી 150 સુધીનો મળે છે. જો કે, ખેડૂતોનું કહેવું છે કે, તેમને એક મણ ડુંગળીનો 140 રૂપિયા ભાવ મળે તો પણ તે ઓછો છે. કારણે 140 રૂપિયા પ્રમાણે એક કિલો ડુંગળીએ માત્ર 7 રૂપિયા મળે છે. જેના કારણે તેમનો ઉત્પાદન ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. આના કારણે ખેડૂતોઓ ડુંગળીને રસ્તા પર ફેંકીને વિરોધ કર્યો હતો.

કુલ 19 ગામોના ખેડૂતોએ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો

આ વિરોધ પ્રદર્શનમાં અમરાપર, સુમરી, ખારાવેડા, ભરતપુર, બજરંગપુર, ધુતારપુર, નંદપુર, સપડા, વિજરખી, વરણા, જગા, મેડી, પુડશીયા, વિજયપુર, ગાયત્રીનગર, પસાપા બેરાજા, મોડપર, ઠેબા અને થાવરીયા સહિત 19 ગામના ખેડૂતો ભેગા થયા અને આ ભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામ રાઠોડ સહિત અનેક કાર્યકરો પણ જોડાયા હતા. પુતરપુરના ખેડૂત જયમીન માધાણી, નિવૃત્ત જમાદાર પ્રવિણસિંહ જાડેજા અને જગદીશ ડોબરીયા જેવા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આપણ વાંચો : બોટાદમાં બબાલઃ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button