જામનગરના અનોખા 'ગણેશ ભક્ત': 2500થી વધુ મૂર્તિનો અદ્ભુત ખજાનો, જાણો કોણ છે? | મુંબઈ સમાચાર
જામનગર

જામનગરના અનોખા ‘ગણેશ ભક્ત’: 2500થી વધુ મૂર્તિનો અદ્ભુત ખજાનો, જાણો કોણ છે?

જામનગરઃ ગણપતિ બાપ્પાનો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે. મોટા ભાગના ગણેશ ભક્તો આજે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હશે, પરંતુ ગુજરાતમાં એક ઘર એવું છે, જે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જી હા, તે વ્યક્તિના ઘરે એક બે નહીં પરંતુ અઢી હજાર ગણપતિની મૂર્તિઓ છે, જેનો છેલ્લા 40 વર્ષથી તેઓ સંગ્રહ કરી રહ્યાં છે. ગણેશોત્સવના દિવસે અનેક જગ્યાએ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. જામનગર શહેરના મંગલ બાગ પાસે રહેતા દિલીપ ભાઈ ધ્રુવ જેમણે પોતાના ઘરે 2500 ગણેશજીની મૂર્તિઓ સાચવીને રાખી છે.

ઘરના ગમે તે ખૂણામાં નજર નાખો માત્ર ગણેશ જ દેખાશે

દિલીપભાઈ ઘરે દરેક ખુણામાં માત્ર ગણેશજીની મૂર્તિઓ જ જોવા મળે છે. દરવાજો, બારી હોય તો પછી માળીયું હોય દરેક જગ્યાએ માત્ર મૂર્તિઓ જ જોવા મળે છે. તેમનું ઘરે જોતા એવું લાગે કે, સ્વયં ગણેશજી પણ આ ઘરમાં જ બિરાજે છે. દિલીપ ભાઈને બાળપણથી જ ગણેશજીની મૂર્તિઓ સંગ્રહિત કરવાનો શોખ હતો. જે શોખને હજી સુધી પણ તેઓ વળગી રહ્યાં છે. છેલ્લા ચાર દશકથી તેઓ ગણેશજીની નાની મોટી મૂર્તિઓને સાચવી રહ્યાં છે.

દરેક ધાતુમાંથી બનેલી ગણેશની મૂર્તિ અહીં જોવા મળશે

મૂર્તિઓની ખાસિયતની વાત કરવામાં આવે તો, સોનાના ગણેશ, ચાંદીના ગણેશ, સંગીતમાં મગ્ન ગણેશ, ક્રિકેટ રમતા ગણેશ, ડૉક્ટર બનેલા ગણેશ, ગાડું ચલાવતા ગણેશ, સાયકલ ચલાવતા ગણેશ, શિવજીના રૂપમાં ગણેશ અને ઉંદર પર બિરાજમાન ગણેશ. આવી કુલ 2500 મૂર્તિઓ તેમણે પોતાના ઘરમાં સાચવી અને સજાવીને રાખી છે. તેમના ઘરે 2.5 ઇંચના ગણેશ પણ છે અને 2.5 ફુટના ગણેશની મૂર્તિઓ પણ સંગ્રહિત કરેલી છે. એટલું જ નહીં પરંતુ પીતળ, થર્મોકોલ, માટી, લાકડું, પ્લાસ્ટિક, કાંસુ, તાંબુ, સ્ટીલ, પોસ્ટર, ચાંદી અને સાનું જેવી ધાતુઓમાંથી પણ નાના મોટા ગણેશની મૂર્તિઓ અહીં સાચવેલી છે.

આ પણ વાંચો…સચિનને ત્યાં બાપ્પાનું આગમન: ચાહકોને મીડિયા પર આપી ગણેશોત્સવની શુભેચ્છા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button