વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા જામનગરના ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડીંગ કરાયું

અમદાવાદ: જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ જામનગર જિલ્લામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સર્જાઈ હતી.
ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડિંગ
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા ચંગા ગામ નજીક રંગમતિ ડેમ વિસ્તારમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
જો કે આ કામગીરી દરમિયાન કોઈ જાનહાની કે માલહાની થયાના કોઈ અહેવાલો મળ્યા નહોતા. હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હેલિકોપ્ટરની ખામીને દૂર કરી હતી હેલિકોપ્ટરને પરત એરફોર્સ સ્ટેશન મોકલવામાં આવ્યું હતું.
આપણ વાંચો: બોમ્બની ધમકીઃ અયોધ્યામાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ…
પ્લેન ક્રેશની ઘટનામાં લાગી હતી આગ
અત્રે ઉલ્લેખનીય છે કે બીજી એપ્રિલનાં રોજ જામનગર જીલ્લાના સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયાની અ ઘટના બાદ તે વિસ્તારમાં આગ પણ લાગી હતી. આ દુર્ઘટનામાં એક ટ્રેઈની પાઈલટનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત પાઈલટને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો.