વેરાવળના વાવડીમાં એક યુવકે ચાર લોકો પર કર્યો જીવલેણ હુમલો! એકનું મોત, ત્રણ ઘાયલ | મુંબઈ સમાચાર
ગીર સોમનાથ

વેરાવળના વાવડીમાં એક યુવકે ચાર લોકો પર કર્યો જીવલેણ હુમલો! એકનું મોત, ત્રણ ઘાયલ

ફેસબુક પોસ્ટ મામલે બબાલ થતા યુવકે છરી વડે ચાર લોકો પર જીવલેણ હુમલો કર્યો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામમાં હત્યાના ઘટના પ્રકાશમાં આવી છે. ગોચરણની જમીન પર દબાણ મુદ્દે આરોપી યુવકે ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેથી 4 વ્યક્તિઓ આરોપીને દુકાન મળવા માટે પહોંચ્યાં હતા. અહીં મામલો બિચકતા આરોપી ગોપાલ ઉર્ફે ભાવેશે છરી વડે પાંચેય લોકો પર તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રાણા ભાઈ ભીખાભાઈ મેવાડાનું મોત થયું છે અને અન્ય 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાથી તેમને વેરાવળ સિવિલ ખસેડવામાં આવ્યા હતાં.

ત્રણમાંથી એક વ્યક્તિની હાલત ગંભીરઃ પોલીસ

આ હુમલામાં રાજા ભીખા મેવાડા, પ્રવીણ કરશન મેવાડા અને દીપક સિદી મેવાડાને ઈજાઓ પહોંચી છે. ત્રણમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ વેરાવળ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. બીજી તરફ પ્રભાસ પાટણ પોલીસ અને એલસીબી વાવડી ગામે પહોંચી આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ગોપાલ સોલંકી સામે પોલીસે આ કલમો હેઠળ ગુનો નોંધ્યો

ઘટનાની વાત કરીએ તો, વેરાવળ તાલુકાના વાવડી ગામે હિચકારા હુમલાનો બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ યુવકને ઠપકો આપતા યુવકે ઉશ્કેરાઈને ચાર શખ્સો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. દિપકભાઇ સીદીભાઇ મેવાડાએ ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગમાલભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રભાસ પાટણ પોલીસે આરોપીની ધડપકડ કરીને ભારતીય ન્યાય સહિંતા અધિનીયમ-2023ની કલમ- 103(1),109(1), 115(2), 118, 351(2), 352 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો…કેશોદના રંગપુર ગામે પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર દ્વારા જીવલેણ હુમલો…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button