શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ઉમટ્યા ભક્તો, અહીં કરો પ્રાતઃ આરતીના દર્શન

સોમનાથઃ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એટલે શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. શિવાલયો આજે વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં છે. આજે શ્રાવણ શુક્લ દશમી-સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યાં હતા. વહેલી સવારની પ્રાતઃ આરતીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભક્તોમાં આજે શિવભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તો બિલીપત્ર, દૂધ અને ફળ લઈને શિવજીને પ્રસન્ન કરવા માટે જઈ રહ્યાં છે.
શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
આજે દરેક શિવ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યાં પહોંચી રહ્યાં છે. દરેક રાશિના લોકો શિવભક્તિમાં લીન જોવા મળ્યાં છે. ગામ હોય છે શહેર જ્યાં પણ મહાદેવનું મંદિર છે, ત્યાં ભક્તો ભક્તિ કરી રહ્યાં છે. અત્યારે હિંદુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. તેમાં પણ આજે શ્રાવણ મહિનો બીજો સોમવાર છે. સોમવાર શિવજીનો સૌથી પ્રિય વાર હોવથી સોમવારનું સૌથી વધારે મહત્વ છે. શ્રાવણ શુક્લ દશમી-સોમવાર નિમિત્તે શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેવી રીતે શિવજીની પૂજા કરવી?
ભગવાન શિવજીના પૂજામાં ચંદન, બીલીપાન, દૂધ, સફેદ વસ્ત્ર ચઢાવવા જોઇએ. તેની સાથે વિવિધ અનાજ અને ફૂલ પણ ચઢાવો. પૂજામાં ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજામાં ચોખા ચઢાવવા જરૂરી છે. શિવલિંગ ઉપર ચોખા ચઢાવો. ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોય. ચોખા ચઢાવવાથી ધન સંબંધિત કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઈ જાય છે. શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવવા શુભ મનાય છે. તેનાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.