ગીર સોમનાથ

ધારાસભ્ય ભગવાન બારડે પોતાના જ ગામમાં મતદારોના નામ કમી કરાવ્યાં? શું છે સમગ્ર વિવાદ…

ગીર સોમનાથઃ ગુજરાતમાં અત્યારે એસઆઈઆરનો મામલો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને અનેક નેતાઓએ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધ્યો છે, હજી પણ આ વિવાદ વધારે વણસી રહ્યો છે. તેવામાં હવે તાલાલાના ધારાસભ્ય વિવાદમાં આવ્યાં છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. આરોપ એવો છે કે, ધારાસભ્યે પોતાના જ ગામ બાદલપરામાં અનેક મતદારોના નામ કમી કરાવી દીધા છે. એક નહીં પરંતુ 22 મતદારોના નામ કપાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

22 મતદારોના નામ કપાયા હોવાનો આક્ષેપ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એસઆઈઆરની કામગીરીમાં 22 મતદારોના નામ કપાયા હોવાથી વેરાવળ પ્રાંતને આવેદન આપવામાં આવ્યું છે. વેરાવળના બાદલપરા ગામમાં અનેક મતદારોના નામ કમી કરાવવા માટે ફોર્મ ૭ ભરાયા હોવાની ફરિયાદ થઈ છે. આક્ષેપ એવો છે કે, ધારાસભ્યના પીએ અને ભીખુ બારડે નામ કમી કરવા માટે અરજીઓ કરાવી છે. એટલું જ નહીં પરંતુ ભગવાન બારડના ટ્રાન્સપોર્ટમા કામ કરતા યુવાનના નામે ફોર્મ 7 ભરાયા છે.

સમગ્ર સત્ય બહાર લાવવા ચૂંટણી અધિકારીને રજૂઆત

આ તમામ મુદ્દે સત્ય શું છે તે જાણવા માટે આવેદન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે અને સમગ્ર સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ મામલે બાદલપરાના એક સ્થાનિકે પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આખરે શા માટે એસઆઈઆર મામલે લોકો સરકારનો વિરોધ કરી રહ્યાં છે? વિપક્ષ બાદ હવે સામાન્ય લોકો પણ કેમ વિરોધ પર ઉતર્યાં છે? શું ખરેખર લોકોના નામ કમી કરવામાં આવી રહ્યાં છે? આ મામલે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button