કેરીનો પાક ઓછો થયો તેમાં ખેડૂતોનો વાંકઃ બાગાયતી ખાતાના સર્વેથી ખેડૂતોમાં રોષ…

ગીર-સોમનાથઃ જે કેરીની આપમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે કેરીને મહામહેનતે ઉગાડનારા ખેડૂતો માટે બે ટંકનું જમવાનું દુષ્કર થઈ જાય તેવી સ્થિતિ છે અને તેમાં પણ સરકારી મદદની આશા હતી તે પણ ધૂંધળી દેખાય છે.
ગીર-ગઢડાના તાલાળા પંથકમાં સૌથી વધારે આંબાની બાગાયતી થાય છે અને અહીં ઊગેલી કેસર કેરી દેશ વિદેશમાં જાય છે.
આ પણ વાંચો…ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડ કરવાની મંજૂરી આપવા પર થઈ રહ્યો છે વિચાર…
સૌરાષ્ટ્રની કેસર કેરીનો મોટા ભાગનો પાક અહીંથી આવે છે, જે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. આ વખતે આંબાઓ મોરથી લચી પડતા ખેડૂતોને ભારે મોટી આશા હતી, પરંતુ તે આશા ઠગારી નિવડી ને લગભગ મોટાભાગના મોર ખરી પડ્યા કે બળી ગયા. ત્યારબાદ જે ફ્લાવરિંગ થવું જોઈએ એટલે કે મોરમાંથી કેરી બેસવી જોઈએ તે પણ સમયસર બેસી નહીં અને હાલમાં હાલત એવી છે કે લગભગ 30 ટકા ફાલ પણ આવશે નહીં. ખેડૂતોની આ આપવીતી મુંબઈ સમાચાર સહિત ઘણા મીડિયા અહેવાલોમાં પ્રસારિત થઈ હતી અને ખેડૂતોએ પણ મુખ્ય પ્રધાનને પત્ર લખી પોતાની તકલીફો જણાવી હતી અને મદદની માગણી કરી હતી.
બગાયતી ખાતાએ સર્વેમાં ખેડૂતોને જ દોષ આપ્યો
રાજ્ય સરકારને અપીલ કર્યા બાદ ખેડૂતોને આનંદ થયો હતો કારણ કે સરકારે અહેવાલ મગાવ્યો હતો. સરકારે આંબાની બાગાયતી કરતા ખેડૂતોને પડતી તકલીફ સમજી બાગાયતી ખાતા પાસે સર્વે કરી સ્થિતિ શું છે તે જણાવવા કહ્યું હતું. બાગાયતી ખાતાએ અહેવાલ તો આપ્યો પણ અન્ય કારણોને બદલે ખેડૂતોના જ વાંક કાઢ્યા. તેમના અહેવાલો અંગે મળતી માહિતી અનુસાર બાગાયતી ખાતાએ કહ્યું કે ખેડૂતો સમયસર દવાનો છંટકાવ કરતા નથી. ફૂલ બેસી જાય પચી કરે છે આખી પાકને નુકસાન થાય છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે મોટાભાગના બાગ ઈજારેથી આપી દેવાય છે જેથી આંબાનું ધ્યાન રાખવામાં આવતું નથી.
ખેડૂતોમાં ભારે નારાજગી
તેમના આ અહેવાલથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગ્લોબલ વૉર્મિંગની અસર અને હવામાનમાં થઈ રહેલા સતત ફેરફારને લીધે દસેક વર્ષથી ધીમે ધીમે પાક ઓછો થતો જાય છે. ગયા વર્ષે પણ 50 ટકા પાક થયો હતો જે ઘટીને આ વર્ષે માંડ 30 ટકા થવાની સંભાવના છે. અહીંના મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી પર નભે છે અને હાલમાં ભારે આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે ત્યારે સરકારની મદદની આશા પણ આ સર્વેને લીધે ધૂંધળી થઈ ગઈ છે. ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે અમને તાલાળાનો બગાયતી વિભાગ જે રીતે માર્ગદર્શન આપે છે તે રીતે જ અમે દવાઓ છાંટીએ છીએ, ત્યારે માત્ર અમારો દોષ હોવાનું તચારણ કઈ રીતે કાઢી શકાય તેવી ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો…રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…
બગાયતી ખાતાના આંબા પર પણ નથી આવી કેરી
તાલાળા શહેરના સાસણ રોડ પર બાગાયતી વિભાગનો 50 વિભાગમાં વિશાળ બગીચો આવ્યો છે. જેમાં લગભગ 700 આસપાસ આંબા છે. આ આંબાની ખેતી એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે. ઈઝરાયેલી પદ્ધતિથી પર અહીં ખેતી થાય છે. ઈઝરાયેલી તજજ્ઞો સાથે પણ અહીંના અધિકારીઓ જોડાયેલા છે. એગ્રીકલ્ચર ભણતા વિદ્યાર્થીઓ પણ અહીં આવે છે. સારી ખેતી માટેના તમામ ઉપાયો અહીં થાય છે, છતાં આ બગીચાની કેરીનો પાક નોંધપાત્ર રીતે ઘટી ગયો છે, તેનો અર્થ કે અન્ય કારણો જવાબદાર છે, તેમ પણ ખેડૂતો હૈરાવરાળ ઠાલવી રહ્યા છે. આ અંગે બાગાયતી ખાતાનો સીધો સંપર્ક સાધી શકાયો નથી.