સાસણ ગીરના હાઈવે પર આવી ચઢ્યો સિંહ પરિવાર, લોકોને પણ મોજ પડી, જુઓ તસવીરો

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાસણ ગીર અને જૂનાગઢ હાઈવે પર એક બે નહીં પરંતુ એક સાથે 10 સિંહનો પરિવાર લટાર મારતો જોવા મળ્યો છે. સિંહ પરિવારે હાઈવે પર ધામા નાખ્યા હોવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ દરમિયાન લોકો આ સિંહ પરિવારનો વીડિયા બનાવવામાં લાગ્યાં હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો સાસણ ગીરના વાણિયાવાવ વિસ્તારનો હોવાનું અનુમાન
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વીડિયો સાસણ ગીર પાસે આવેલા વાણિયાવાવ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. હાઈવે પર સિંહનો જઈને લોકોએ પોાતના ગાડીઓના કાચ બંધ કરી નાખ્યાં હતા. કેટલાક લોકો તો ભયભીત પણ થઈ ગયાં હતાં. જંગલના રાજા સિંહનો પરિવાર હવે હાઈવે પર પણ આધિપત્ય જમાવતો દેખાયો હતો. જ્યાં સુધી સિંહો રસ્તા પર હતાં ત્યાં સુધી કોઈએ પણ ત્યાંથી પસાર થવાની હિંમત નહોતી કરી.
આ પણ વાંચો : સાવધાન! સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓને ચૂનો ચોપડ્યો!
સાસણ ગીરમાં હાઇવે પર દેખાયો સિંહ પરિવાર
લોકો પોતાની ગાડીઓ લઈને સાસણગીર તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન રસ્તામાં આ સિંહ પરિવાર દેખાયો હતો. આખો સિંહ પરિવાર રસ્તા પર આવ્યો અને થોડીવાર ત્યાં ફર્યા કર્યો હતો. રસ્તા પરના લોકોએ તરત જ પોતાના વાહનો રોકી દીધા અને દૂરથી આ અદ્ભૂત દ્રશ્ય જોવા લાગ્યાં હતાં. અનેક લોકો સિંહને નજીકથી જોવા માટે સાસણગીર આવતા હોય છે. પરંતુ આમ રસ્તામાં જ સિંહનો આખો પરિવાર જોવા મળી જાય તો ડર લાગે એ તો સ્વાભાવિક છે પરંતુ સાથે આ નજારો પણ અદ્ભૂત હોય છે.
આ પણ વાંચો : ઉનામાં 20 વર્ષે જન્મેલા માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર, ગ્રામજનોમાં ભયનો માહોલ!
ગીર અભયારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન
હાઇવે પર થોડી વાર બેસીને સિંહ પરિવાર જંગલમાં પાછો ફરી ગયો હતો. ગુજરાતનું ગીર અભયારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. અહીં મોટી સંખ્યામાં સિંહો રહે છે, અને જંગલ વિસ્તારોમાં તેમના દેખાવાના અહેવાલો વારંવાર આવે છે. અત્યારે ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોએ કહ્યું કે, જ્યારે સિંહો હાઇવે પર આવ્યા ત્યારે દરેક લોકોએ પોતાના વાહનો રોકી દીધા અને આ ઘટનાનો એક વીડિયો બનાવ્યો હતો.


