માછીમારો નજીકના બંદરે પાછા ફરે! ભારતીય કોસ્ટ ગાર્ડે જાહેર કરી ચેતવણી, જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
દ્વારકા

માછીમારો નજીકના બંદરે પાછા ફરે! ભારતીય કોસ્ટ ગાર્ડે જાહેર કરી ચેતવણી, જુઓ વીડિયો

ઓખાઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા બહુવિધ જોખમી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક પ્રદેશોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્ટ દ્વારા આ આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર છે, જે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે જેને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન સાવચેત રહેવા માટે ચેતવણી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણનો વિસ્તાર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યો છે. આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.

હવામાનની પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો, માછીમારી જહાજો અને અન્ય જહાજોને પણ ચેતવણી આપવામાં આવી છે. બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. આ સાથે સાથે માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે.

માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોસ્ટ ગાર્ડ જિલ્લાના કમાન્ડર ડીઆઈજી મનજીત સિંહ ગિલે ઓખા ખાતે કાર્યરત તમામ માછીમારી જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી કરી છે. દરિયાકાંઠાના રહેવાસીઓ અને માછીમાર સમુદાયોને સતર્ક રહેવા અને ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો…ગુજરાતના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button