નકલી પોલીસે બની ફરતો ગઠિયો ઝડપાયો! પોલીસના સ્વાંગમાં લોકો પાસેથી પૈસા પડાવતો

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસને પણ આવા નકલી પોલીસ બનીને ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સલાયા ગામના શબીરહુસેન હારુન ભગાડની મુંબઈથી ધરપકડ કરી હતી.
આ આરોપીએ પોલીસ તરીકે ઓળખ આપીને વેપારીઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી હતી. આ મામલે વેપારીઓએ સાયબર ક્રાઇમ પોલીસેમાં ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: Rajkot માંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો, લોકોને ધમકાવી પડાવતો હતો રૂપિયા
વેપારીએ પહેલા 6 હજાર રૂપિયામાં સમાધાન કર્યું
આ કેસની વાત કરવામાં આવે તો, 20 માર્ચ 2025ના રોજ નિર્મલકુમાર બેહેરાને આરોપીએ ફોન કર્યો હતો. ફોન કરનારે આરોપી શબીરહુસેનને પોતાની ઓળખ એસ.ઓ.જી. પોલીસ અધિકારી તરીકેની આપી હતી. આ દરમિયાન આરોપીએ નિર્મલકુમારને ગેરકાયદે કફ સીરપના વેચાણનો આરોપ મૂકી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.
એટલું જ નહીં, પરંતુ 6 હજાર રૂપિયામાં સમાધાન કરી લીધું હતું. જો કે આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ થતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાતમાંથી પકડાયેલી નકલી ED ટીમના માસ્ટર માઈન્ડનું AAP કનેકશન: ગુજરાત પોલીસ
સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો
આ કેસમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી ડીવાયએસપી ડૉ. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીઓની મદદથી આરોપીને મુંબઈથી ઝડપી લીધો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આઠ વર્ષ પહેલા આરોપી સામે દુષ્કર્મનો કેસ પણ નોંધાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણ જેટલા સિમકાર્ડ પણ જપ્ત કર્યાં હતાં. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.