દ્વારકા

ગુજરાતમાં દ્વારકાના ગોમતી ઘાટમાં સાત લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત

દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં અકસ્માત સર્જાયો છે. હાલ વેકેશન દરમ્યાન દ્વારકામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ગોમતી નદીમાં સ્નાન કરતા સાત પ્રવાસીઓ ડૂબ્યા હતા.

જેમાં ચાર યુવક તેમજ ત્રણ યુવતી ડૂબી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને ફાયર બ્રિગેડે તેમને બચાવ્યા હતા. જેમાં એક યુવતીનું મૃત્યુ થયું છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ તમામને દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

આપણ વાંચો: સુભાષબ્રિજ નીચે ખાડામાં નાહવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યાં! બેના મોત, એકની હાલત ગંભીર…

ભાગેશ્વરી નામની યુવતીનું મોત નિપજ્યું

આ દુર્ઘટનાની મળતી વિગતો મુજબ દ્વારકાની ગોમતી નદીમાં સાત શ્રદ્ધાળુઓ ડૂબ્યા હતાં. જ્યારે આસપાસના લોકો દ્વારા યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા હતા.

.આ લોકોને બચાવીને 108 દ્વારા દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાગેશ્વરી નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો: દ્વારકાના ગોમતી ઘાટમાં મોટી દુર્ઘટનાઃ ત્રણ પ્રવાસી ડૂબ્યા

અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હાલ, રાજયના પ્રિ મોન્સુન એકટીવીટી શરૂ થઈ છે. ત્યારે અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ ગોમતી ઘાટ પાસે મોજા ઊંચા ઉછળતા જોવા મળ્યા હતા.

છેલ્લા એક સપ્તાહથી દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો પાણીમાં જોખમી સ્નાન કરતા નજરે પડ્યા હતાં. જોકે, તેમ છતાં તંત્ર દ્વારા કોઇ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button