બોટાદ

બોચાસણથી સાળંગપુર જતી કાર રાણપુરમાં કોઝવેમાં તણાઈ! 2નાં મોત, એક સ્વામી લાપતા

બોટાદઃ ગુજરાતમાં અત્યારે મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન બોટાદના રાણપુરમાં આવેલા કોઝવેમાં કાર તણાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી લોકોના મોત થયા છે. NDRFની ટીમ દ્વારા ચાર લોકોનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે, જ્યારે શાંત ચરિત સ્વામી હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.

સાળંગપુર જતી અર્ટીકા કાર ગોધાવટાના કોઝવેમાં તણાઈ

મળતી વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી. અર્ટીકા કાર લઈને સાત લોકો બોચાસણથી સાળંગપુર તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન કાર ગોધાવટાના કોઝવેમાં તણાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. કાર તણાઈ જતા 60 વર્ષીય કૃષ્ણકાંત પંડ્યા અને 10 વર્ષીય પ્રબુદ્ધ કાસીયાનું મોત થયું છે. જ્યારે એક સંત હજી લાપતા છે. NDRFની ટીમ તેમને શોધવા માટે અત્યારે બચાવ કામગીરી કરી રહી છે. જે સંત અત્યારે લાપતા છે તે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી છે. તેમને શોધવા માટેની કામગીરી ચાલી રહી છે.

આ રસ્તેથી સાળંગપુર જવું ખૂબ અધરૂ પડે છેઃ સ્થાનિકો

આ સમગ્ર ઘટના અંગે જાણ થતા બરવાળા પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ રસ્તેથી સાળંગપુર જવું ખૂબ અધરૂ પડે છે. કારણ કે, ચોમાસામાં અહી પાણીનો પ્રવાહ વધી જતો હોવાથી ગાડીઓ તણાઈ જતી હોય છે. કોઝવેમાં વધારે પ્રવાહ હોવાથી ઘણી સાવચેતી રાખવી પડતી હોય છે. ગત મોડી રાત્રે પણ એક ગાડી તણાઈ ગઈ જેમાં બે લોકોના મોત થયાના સમાચાર મળ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button