Top Newsભાવનગર

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરમાં ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયો, જાણો કઈ ટ્રેનો રદ થશે…

ભાવનગરઃ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે તારીખ 08 ડિસેમ્બર, 2025થી આગામી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવવાને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી અને તો કેટલીક ટ્રેનો શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન તેમજ રિશેડ્યૂલ કરવામાં આવી છે.

ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાના કારણે મુસાફરોને યાત્રા પહેલા સંબંધિત માહિતી મેળવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. આ તમામ ફેરફારો 45 દિવસ માટે અથવા પિટ લાઇન નંબર–2 સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ અંગે સામાન્ય જનતાને વિવિધ માધ્યમોથી વ્યાપક માહિતી આપવામાં આવી રહી છે. મુસાફરોને અનુરોધ છે કે અસુવિધા ટાળવા માટે મુસાફરી પહેલાં સંબંધિત સ્ટેશન અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ અપડેટ માહિતી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

આ રહી રદ થનારી ટ્રેનની યાદી

  1. 59228/59233 (ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર)
  2. 59267/59268 (ભાવનગર–પાલીતાણા–ભાવનગર)
  3. 59269/59270 (ભાવનગર–પાલીતાણા–ભાવનગર)
  4. 59229/59230 (ભાવનગર–બોટાદ–ભાવનગર)
  5. 59204/59271 (ભાવનગર–બોટાદ–ભાવનગર)
  6. 59235/59236 (ધોળા–મહુવા–ધોળા)
  7. 09529/09530 (ધોળા–ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ)

ઉપરોક્ત ટ્રેનો તારીખ 08 ડિસેમ્બર, 2025 થી 45 દિવસ માટે રદ રહેશે

આ બે ટ્રેનના સમયપત્રકમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો

ટ્રેન નંબર 19209 (ભાવનગર–ઓખા) દરેક સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે રાજકોટ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે (અઠવાડિયામાં 04 ફેરે). એટલે કે આ ટ્રેન શુક્રવાર, શનિવાર અને મંગળવારે ભાવનગર ટર્મિનસથી ચાલીને ઓખા સુધી જશે, જ્યારે બાકીના દિવસો (રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવાર) ભાવનગરથી રાજકોટ સુધી ચાલશે. ટ્રેન નંબર 19210 (ઓખા–ભાવનગર) દર સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે રાજકોટ સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે. આ ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે રાજકોટથી પ્રસ્થાન કરી ભાવનગર સુધી જશે. જ્યારે મંગળવાર, શુક્રવાર અને શનિવારે આ ટ્રેન તેના નિર્ધારિત સમય પ્રમાણે ઓખાથી ભાવનગર સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત બંને ટ્રેનોના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ જ ચાલશે.

શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન ટ્રેનની વિગતો

આ સાથે ચાર ટ્રેનોને રિશેડ્યૂલ કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, ટ્રેન નંબર 12972 (ભાવનગર–બાન્દ્રા ટર્મિનસ) તારીખ 08 ડિસેમ્બરથી દરેક મંગળવાર અને ગુરુવારે 2 કલાક 30 મિનિટ મોડે જશે. ટ્રેન નંબર 59558 (ભાવનગર–વેરાવળ) દરેક શનિવારે તેના નિર્ધારિત સમય કરતા 3 કલાક મોડે જશે. ટ્રેન નંબર 20966 (ભાવનગર–ગાંધીગ્રામ) દરેક રવિવાર અને ગુરુવારે 30 મિનિટ મોડે જશે અને ટ્રેન નંબર 19271 (ભાવનગર–હરિદ્વાર) દરેક ગુરુવારે 3 કલાક મોડે જશે.

આ તમામ ફેરફારો 45 દિવસ માટે અથવા પિટ લાઇન નંબર–2 સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ અંગે સામાન્ય જનતાને વિવિધ માધ્યમોથી વ્યાપક માહિતી આપવામાં આવી રહી છે. મુસાફરોને અનુરોધ છે કે અસુવિધા ટાળવા માટે મુસાફરી પહેલાં સંબંધિત સ્ટેશન અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ અપડેટ માહિતી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button