ભાવનગર

Mahakumbh: ગુજરાતના ભાવનગરથી કુંભ માટે પશ્ચિમ રેલવેએ 3 સ્પેશિયલ ટ્રેન જાહેર કરી

ભાવનગર: આગામી માસથી શરૂ થનાર મહાકુંભ 2025ને (Mahakumbh) લઈને રેલવે વિભાગે (railway) પણ વિશેષ તૈયારીઓ કરી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં વધુમાં વધુ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે તે માટે રેલવે વિભાગે ભાવનગર – પ્રયાગરાજ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો (mahakumbh special train) ચલાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા જે ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે, તે નીચે મુજબ છે.

ટ્રેન નં. 09227 પ્રયાગરાજ સ્પેશિયલ

ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આપણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભ પહેલા આ ક્રિકેટરે યમુનામાં લગાવી ડૂબકી, વીડિયો થયો વાયરલ

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

1 જાન્યુઆરીના ઉપડશે બીજી ટ્રેન

ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

આપણ વાંચો: Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત, આઠ કામદાર ઘાયલ

2 જાન્યુઆરીએ ઉપડશે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button