ભાવનગર

ધોલેરા-ભાવનગર હાઇવે પર થયો ગંભીર અકસ્માત, 1 મહિલા સહિત 5ના મોત

ધોલેરા, અમદાવાદઃ ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ગંભીર અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત થતા ઘટના સ્થળ પર લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. આ સાથે અકસ્માતની ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો: છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ

સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

આ ગમખ્વાર અકસ્માતમાં મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદ સાયન્સ સિટી પાસે રહેતા ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા, અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા, ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા અને તીર્થ ગૌરવભાઈ ડોબરીયા, જ્યારે પાલીતાણાના રહેવાસી દિશાબેન કિરીટભાઇ પ્રબતાણીનું મોત થયું છે.

પાંચ લોકોનું અકસ્માતમાં અકાળે મોત થયાં પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે તમામ મૃતદેહને અત્યારે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે.

આપણ વાંચો: માર્ગ અકસ્માતમાં મૃત્યુ: લોકઅદાલતે અપાવ્યું ૨.૨ કરોડનું વળતર

ઘાયલ લોકો અત્યારે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ

ધોલેરા-ભાવનગર હાઇવે સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કિયા કારમાં બેઠેલા લોકો ભાવનગરના પાલિતાણાના વતની હતા. અત્યારે ઘાયલ લોકોની ભાવનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ધોલેરા ભાવનગર હાઈવે પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આ અકસ્માત પણ આ કામગીરીના કારણે સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ તંત્રીના કામગીરી મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો અને સત્વરે આ કામગીરીને પૂર્ણ કરવા માટે અપીલ પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button