પહલગામના પીડિત પરિવારોએ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવ્યું, પાકિસ્તાનના સફાયાની માંગ કરી

ભાવનગર : પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને તેનો બદલો લીધો છે. સરકારની કાર્યવાહીથી આ આતંકી હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કરતા સરકારની કામગીરીને બિરદાવી હતી.
પહલગામ આતંકી હુમલામાં પોતાના પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિતને ગુમાવનાર ભાવનગરના કાજલબેન પરમારે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરી હતી અને સરકારને જ્યાં સુધી પાકિસ્તાનનો સફાયો ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવા આગ્રહ કર્યો હતો.
આપણ વાંચો: પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…
પાકિસ્તાનને મિટાવી દો
ભાવનગરમાં મીડિયા સાથે વાત કરતા કાજલબેન પરમારે કહ્યું, ‘પાકિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા પર મને ખૂબ ગર્વ છે. હું સશસ્ત્ર દળોને સલામ કરું છું અને ભારત માતા કી જય-જયકાર કરું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભારી છું અને આ હુમલાથી ખૂબ જ ખુશ છું. આવા હુમલા કરતા રહો અને પાકિસ્તાનને મિટાવી દો, એ જ મારી મોદી સાહેબને પ્રાર્થના છે.’
આપણ વાંચો: પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઈએ તેજ કરી, ટુરિસ્ટ ગાઈડની પૂછપરછ શરૂ કરી
આ કાર્યવાહીથી સાચી શ્રદ્ધાંજલી
કાજલબેનના મોટા પુત્ર અભિષેક પરમારે કહ્યું કે તેઓ પહેલગામ આતંકવાદી હુમલાના 15મા દિવસે પાકિસ્તાન સામેની કાર્યવાહીથી ખુશ છે. તેમણે કહ્યું, ‘પીએમ મોદીએ 15મા દિવસે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી. મેં મારા પિતા અને ભાઈને ગુમાવ્યા છે, તેઓને આ કાર્યવાહીથી સાચી શ્રદ્ધાંજલી મળશે. હવે જ્યારે મોદીએ તેમને જવાબ આપ્યો છે, તો હું આ વાતથી ખુશ છું.’
સરકારે જે કંઈ પણ કર્યું તેનાથી હું ખૂબ ખુશ
તો બીજી તરફ સુરતના શૈલેષ કલાથિયાના પત્ની શીતલબેન કલાથિયાએ મીડિયાને જણાવ્યું કે તેઓ પાકિસ્તાન સામે ભારતે કરેલી કાર્યવાહીથી ખૂબ સંતુષ્ટ છે. તેમણે કહ્યું, ‘મોદી સરકારે હિન્દુ અને મુસ્લિમોના નામ પર મારા પતિ અને અન્ય લોકોને ગોળી મારનારાઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે જે કંઈ પણ કર્યું છે, તેનાથી હું ખૂબ ખુશ છું.
અમને સરકાર પર પૂરો વિશ્વાસ છે.’તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓએ તેમના પરિવારના એકમાત્ર કમાનાર સભ્યને છીનવી લીધો છે. તેમણે કહ્યું કે તેમની પુત્રી હજી પણ એ વાત સ્વીકારી શકી નથી કે તેની આંખોની સામે તેના પિતા સાથે શું થયું હતું.