ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા યોજાઈ, બે PI અને એક DYSPને સસ્પેન્ડ કરવા માગ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: જિલ્લાના બગદાણામાં રહેતા નવનીત બાલધિયા ઉપર થયેલા જીવલેણ હુમલાના બના અંગે અને ભાવનગરમાં યોજાયેલ કોળી ઠાકોર સમાજની જાહેર સભામાં ભાવનગર પોલીસ બેડાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી, સરકાર તેમનો વરઘોડો કાઢે તેવી માંગણી કરવામાં આવી છે. ફરિયાદીની જેમ અન્ય પિડીતોને પણ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં બગદાણા ખાતે સમગ્ર દેશમાં વસતો કોળી સમાજ એક થશે અને સંમેલન કરશે તેવી પણ જાહેરાત કરાઇ હતી.
ત્રણેય પોલીસ અધિકારીઓનો વરઘોડો કાઢવા માંગણી
ભાવનગર કુંભારવાડામાં યોજાયેલી ન્યાય સભામાં આરોપીઓને છાવરનારા ત્રણેય પોલીસ અધિકારીઓનો વરઘોડો કાઢવા માટે પણ માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયા ઉપર જયરાજ આહિરના કહેવાથી આઠેક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. તે દિવસથી ભાવનગર જિલ્લામાં બગદાણાનો કેસ રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. નવનીતભાઈ બાલધિયા ઉપર જયરાજ આહિરના કહેવાથી આઠેક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો…ગુજરાતના ચકચારી બગદાણા કોળી યુવાન હુમલા કેસમાં આઠ આરોપીના જામીન મંજૂર, જયરાજ આહીર જેલમાં…
મુંબઈ સમાચાર ચેનલે પણ આ મુદ્દે વિસ્તૃતમાં વાત કરી છે, શું કહ્યું છે જાણો વિગતે…
ભાવનગરના કુંભારવાડામાં કોળી-ઠાકોર સમાજની સભાનું આયોજન
આરોપી વિરૂદ્ધ કોઇ પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં ન આવ્યાના આક્ષેપ અને ત્રણેય પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી, સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવા ઉદ્દેશ્યથી ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્કમાં કોળી-ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ દરમિયાન પીડિત નવનીત બાલધિયાએ જણાવ્યું કે, મારી જેમ અનેક લોકો આ ગુંડાઓના ત્રાસનો ભોગ બન્યા છે. તેમને પણ ન્યાય મળે તેવી સરકાર સમક્ષ આશા વ્યક્ત કરી હતી અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં બગદાણા ખાતે સમગ્ર દેશના કોળી સમાજના લોકો દ્વારા સંમેલન યોજી ન્યાયની માંગણી કરાશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.



