જંગલના રાજા સાથે ચેનચાળા: વીડિયો વાયરલ થતા સુરક્ષા મુદ્દે સવાલ | મુંબઈ સમાચાર

જંગલના રાજા સાથે ચેનચાળા: વીડિયો વાયરલ થતા સુરક્ષા મુદ્દે સવાલ

ભાવનગર: ભાવનગરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વીડિયો ઉતારવા માટે સિંહના ચેનચાળા કરતો હોવાનું જણાઈ રહ્યું છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. તે મોટા ભાગે માણસો પર હુમલો નથી પરંતુ જો તેના ચેનચાળા કરવા કે તેની પજવણી કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પણ પ્રકારના ડર વિના છેક સિંહ પાસે જઈને વીડિયોગ્રાફી કરી રહ્યો છે. આ વીડિયા પર લોકો અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યાં છે અને યુવક સામે કાર્યવાહી કરવા માટે પણ કહી રહ્યાં છે.

જીવના જોખમે આવી વીડિયોગ્રાફી કરવી કેટલી યોગ્ય?

આ વીડિયો ભાવનગરનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સિંહે મારણ કર્યું હતું અને તે ખાઈ રહ્યો હતો આ દરમિયાન આ વ્યક્તિ છેક સિંહ પાસે થયા છે અને વીડિયો અને ફોટો પાડવા લાગે છે. યુવકનો આ વ્યવહાર સિંહને પસંદ નથી એટલે તો યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પછી યુવક પોતાનો જીવ બચાવીને ભાગવા લાગે છે. માત્ર થોડી લાઈક્સ માટે પોતાના જીવના જોખમે આવી વીડિયોગ્રાફી કરવી કેટલી યોગ્ય? વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો અન્ય લોકોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. બની શકે કે કેટલાક યુવકો સાથે મળીને જંગલમાં ગયાં હોય? પરંતુ આવી રીતે સિંહની પજવણી કરવા બદલ તેની પર કાર્યવાહી થવી જરૂરી છે. આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બનેલી છે.

આ પણ વાંચો: સિંહોના મૃત્યુ મામલે વધુ એક ધારાસભ્યએ સરકારને લખ્યો પત્ર; વન વિભાગની કામગીરી પર સવાલ

જંગલમાં સિંહની નજીક જવું બહાદુરી નથી!

સિંહની પજવણી કરવી હાનિકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આવી રીતે જો માણસો સિંહને હેરાન કરતા રહેશે તો તે સિંહ માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમરેલીના રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણનું મોત શા કારણે થયું તે મામલે કોઈ ચોક્કસ વિગતો જાણવા મળી નથી. આવી માણસોની આવી બેદરકારી સિંહો માટે જીવલેણ છે. જાફરાબાદ રેન્જમાં થોડા દિવસ પહેલા ત્રણ સિંહબાળના પણ મોત થયાં હતાં.

આ પણ વાંચો: લડકીયોં સે પંગા નહીં લેનેકાઃ જંગલમાં પણ સિંહણોનું રાજ, સાવજ જેવા સાવજે ભાગવું પડ્યું, જૂઓ વીડિયો

સિંહે મારણ કર્યું ત્યાં આ લોકો કેવી રીતે પહોંચી ગયા?

જ્યારે માણસ આવી રીતે જંગલમાં વન્ય જીવો સાથે ચેનચાળા કરે તે જરાય યોગ્ય નથી. આમાં પણ હિંસક પ્રાણીઓ સાથે આવો વ્યવહાર વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. જો અચાનક સિંહ હુમલો કરે તો પછી જીવ બચવો મુશ્કેલ છે. જેથી વન વિભાગે પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. સિંહે જ્યાં મારણ કર્યું ત્યાં આ લોકો કેવી રીતે પહોંચી ગયા? તે પણ એક સવાલ છે. આ લોકોએ સિંહના ચેનચાળા કરતો વીડિયો બનાવીને તેને વાયરલ પણ કર્યો છે. આને બહાદુરી નહીં પરંતુ બેવકૂફી કહેવાય! હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button