અમરેલી

અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતઃ એસટી બસ, કાર અને બાઈકની ટક્કરમાં ત્રણનાં મોત

અમરેલી: ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ આજે અમરેલી જિલ્લાનાં રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણા રોડ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલા-જાફરાબાદ રૂટની ગુજરાત એસટી બસ, મારુતિ સ્વિફ્ટ કાર અને એક બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

મૃતકો વડોદરા જિલ્લાનાં પાદરાનાં રહેવાસી

મળતી વિગતો અનુસાર અકસ્માતની ઘટનામાં મૃતકોની ઓળખ તેમના મોબાઈલ ફોનમાંથી મેળવવામાં આવી હતી. મૃતકોમાં વડોદરા જિલ્લાનાં પાદરાનાં રહેવાસી દેવભાઈ મિતેશભાઈ સોની, જયભાઈ પટેલ અને સુમુખભાઈ ગીરીશભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ દીવ તરફથી આવી રહ્યા હોવાની વિગતો છે.

આપણ વાંચો: વૅકેશન માણવા ફિલિપાઈન્સ ગયેલા વસઈના દંપતીનું અકસ્માતમાં મોત

અકસ્માતમાં સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ

આ અકસ્માતની ઘટનામાં બાઇકચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક વિગતો અનુસાર, રોંગ સાઈડથી આવતી સ્વિફ્ટ કાર અચાનક ઊછળીને એસટી બસની બાજુમાં આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ રાજુલા પોલીસ અને એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મારુતિ સ્વિફ્ટ કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button