ખાંભામાં દોઢ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં 25 વર્ષે એક પણ બસ નથી આવી! આ તે કેવો વિકાસ? | મુંબઈ સમાચાર

ખાંભામાં દોઢ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડમાં 25 વર્ષે એક પણ બસ નથી આવી! આ તે કેવો વિકાસ?

અમરેલી: અમરેલીના ખાંભામાં સરકારે રૂપિયા 1.5 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, આને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી કોઈ બસ અહીં આવી નથી. 2000માં અહીં દોઢ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ તો બનાવાયું છે પણ એકેય બસ બસ સ્ટેન્ડમાં આવી નથી. આવા વિકાસના કારણે ખાંભા શહેરના 15 હજાર લોકો અને 57 ગામડામાં 80 હજાર કરતા વધુ લોકો પરેશાન ભોગવી રહ્યાં છે. આખરે શા માટે અહીં બસની સુવિધા આપવામાં આવી નથી? કરોડ રૂપિયા સાવ પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. આખા બસ સ્ટેન્ડમાં અત્યારે માત્ર એક કર્મચારી કામ છે. એ પણ માત્ર વિદ્યાર્થીઓના પાસ કાઢવા માટે! બાકી આખુ બસ સ્ટેન્ડ વેરાન પડ્યુ છે.

25 વર્ષ પછી પણ સરકાર અને જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં

ચોંકાવનારી વાત એ છે કે, ખાંભા એ તાલુકા મથક છે તેમ થતાં આ બસ સ્ટેન્ડમાં કોઈ બસ આવતી નથી. બસ શહેરમાં આવે છે પરંતુ બસ સ્ટેન્ડમાં 25 વર્ષ સુધી એક પણ આવી નથી. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી! આવી રીતે થયેલા કામને વિકાસ કહેવાય ખરો? આખરે બસ સ્ટેન્ડ શા માટે બનાવાવમાં આવ્યું? એક બે વર્ષ તો સમજી શકાય તો પણ આ બસ સ્ટેન્ડ બન્યાને 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષ પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં જ છે. અધિકારીઓ પણ આ મામલે કોઈ સરખો જવાબ આપતા નથી.

અમે અનેક વખત આંદોલનો કર્યા ત્યારે બસ સ્ટેન્ડ મળ્યું: સરપંચ

આ બસ સ્ટેન્ડને મુદ્દે જવાબદાર લોકો એક બીજા ખભા પર જવાબદારીનો ભાર મૂકી રહ્યાં છે. અધિકારીઓ કહે છે અમે વારંવાર રજૂઆતો કરી છે, ધાસાભ્ય કહે છે અમે ઉપર સુધી આની જાણ કરી છે. કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી! જે ગુજરાતના વિકાસ મુદ્દે સવાર પેદા કરે છે. સરપંચનું કહેવું એવું છે કે, અમે અનેક વખત આંદોલનો કર્યા ત્યારે બસ સ્ટેન્ડ તો મળ્યું પરંતુ છેલ્લા 25 વર્ષથી બસ નથી મળતી. એટલું જ નહીં પરંતુ ખાંભા 57 ગામડાંઓનો તાલુકો છે, તેમ છતાં અહીં વિકાસના નામે મીંડું છે. શું હજી પણ સરકાર ઊંઘમાં રહેશે? છેલ્લા 25 વર્ષથી તો તંત્ર બન્ને ઊંઘમાં હોય તેવું જ લાગી રહ્યું છે.

આપણ વાંચો:  બે દિવસ ફરી ધડબડાટી બોલાવશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

બસોની વ્યવસ્થા નહોતી તો પછી શા માટે બસ સ્ટેન્ડ બનાવ્યું?

મહત્વની વાત એ છે કે, જો બસોની પૂરતી વ્યવસ્થા ના હોય તો પછી શા માટે બસ સ્ટેન્ડ બનાવ્યું! ખાવા માટે થાળી તો આપી પરંતુ અંદર જમવાનું પીરસવામાં જ ના આવે તો? અહીં ખાંભામાં પણ આવી જ સ્થિતિ છે. કારણે કે, ખાંભાનો વિકાસ કરવામાં સરકારી બાબુઓને કોઈ જ રસ નથી. 25 વર્ષે પણ સરકાર સુધી આ વાત નથી પહોંચતી? તે ખૂબ દુઃખદ વાત છે. આશા રાખીએ કે, સત્વરે આ બાબતે સરકાર ધ્યાન આપે અને ખાંભાના બસ સ્ટેન્ડમાં બસો મુકવાની વ્યવસ્થા કરે! હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button