અમરેલી

અમરેલીના બાબરામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ફરાર પોલીસકર્મી પકડાયો

(અમારા પતિનિધિ તરફથી)

અમરેલી: અમરેલી જિલ્લાના બાબરામાં કાયદાના રક્ષક પર જ ગંભીર સવાલો ઊભા કરતી એક શરમજનક ઘટના સામે આવી હતી. અહીં એક સગીરા સાથે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને એક યુવકે અડપલાં કર્યા અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપ સાથે બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ સામે સગીરાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જેને હવે પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી વિગતો અનુસાર બાબરામાં રહેતી એક સગીરા સાથે યુવકે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહી અડપલાં કર્યા હતા. બનાવ સંદર્ભે રવિરાજસિંહ ચૌહાણ સામે સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતે પોલીસમાં નોકરી કરે છે તેમ કહ્યું હતું. ઉપરાંત તેને તથા તેના મમ્મીને હેરાન કરવાની અવાર નવાર ધમકી આપી સ્નેપચેટમાં (Snapchat) વાતચીત કરી હતી.

આપણ વાંચો: સગીરા પર બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષ બાદ 10 વર્ષની કેદ

વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ શારીરિક અડપલા કર્યા હતા તથા મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબધ બાંધી બળાત્કાર કર્યો હતો. જેમાં 4 મહિનાથી બાબરાની કિશોરીને ટ્યુશન ક્લાસીસમાં જવાના સમયે ધાકધમકી આપીને અવાવરુ જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો પણ ફરિયાદમાં આરોપ છે.

આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. સગીરાના પિતાની ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ અપહરણ, પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મ આચરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર હતો. પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનાર આ પોલીસકર્મીને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી અને અંતે ઝડપી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button