અમરેલી

અમરેલીઃ ખાંભાના ડેડાણ ગામે ઓનર કિલિંગની ઘટના, આ રીત ફૂટ્યો ભાંડો

ખાંભાના ડેડાણ ગામે રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે તેના પિતાને ખબર પડી ગઈ હતી. સમાજમાં આબરૂ જવાની બીકે પિતાએ તેનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલસોયી દીકરીની ગળું દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી ત્યારે દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં ભાંડો ફૂટ્યો હતો.

શું છે મામલો?

મળતી વિગત પ્રમાણે, ઇશિકા ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના જ કાના નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. પંરતુ યુવતી કાના સાથે પ્રેમ સંબંધ આગળ વધારવા માંગતી હતી. આ દરમિયાન દીકરીને પ્રેમ સંબંધ હોવાથી સમાજમાં આબરૂ જવાની બીકે તેના પિતા મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

યુવતીએ તેના જીવને જોખમ હોવાથી 181 અભયમને જાણ કરી હતી. અભયમની ટીમ પહોંચી ત્યારે પરિવાજનોએ તે સૂતી છે, બોલવતા બોલતી નથી તેમ કહ્યું હતું. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. તેને ગળાના ભાગે નિશાન પણ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે મૃતક ઇશિકાની માતા મુમતાઝબેનની પૂછપરછ કરતા ભાંગી પડયા હતા અને રડતા રડતા કબૂલ્યું કે, દીકરી ઇશિકાના લગ્ન નક્કી થયા હતા, પણ તેને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અન્ય ધર્મનો હોવાથી આબરૂ જવાની બીકે પિતા મજીદભાઈ ખોખરે રાત્રે અઢી વાગ્યાનાં અરસામાં તેણીનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

આ પણ વાંચો…મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button