અમરેલી

અમરેલીના ધારીમાં દીપડાએ હુમલો કરતાં 5 વર્ષના બાળકનું મોત, વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો…

અમેરલીઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાએ હુમલો કર્યો હોવાના કારણે 5 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ જિલ્લાના વતની પાંચ વર્ષીય સાહિલ રાકેશભાઈ કટારા પર હુમલો થયો હતો. તુવેરની દાળમાંથી અચાનક દીપડો બહાર આવ્યો અને બાળકને પકડીને શિકાર કરવા લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુમાબુમ થતાં દીપડાએ બાળકને છોડી દીધું હતું. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

બાળકને પકડીને શિકાર કરવા લઈ જવાનો પ્રયાસ કર્યો

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાહિલ કટારાનું મોત નીપજ્યું હતું. માનવ મૃત્યુની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. વનવિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી અને લોકેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા 4 પાંજરા મુકવામાં આવ્યાં હતા. અંતે વન વિભાગને દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વન વિભાગ દ્વારા 4 પાંજરા મુકવામાં આવ્યાં હતા

ધારી ગીર પૂર્વ ડિવિઝનના ઇન્ચાર્જ એસીએફ પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે, તેમની ટીમને ઘટનાસ્થળેથી દીપડાના પગના નિશાન મળ્યા છે. તેમણે પુષ્ટિ કરી કે હુમલો દીપડા દ્વારા થયો છે. ત્યારાાબાદ દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ધારીમાં ગીર જંગલનો મોટો વિસ્તાર આવેલો છે. જેના કારણે અહીં સિંહ અને દીપડા અનેક હિંસક પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે. એટલું જ નહીં પરંતુ ઘણી વખત તો આ દીપડો રહેણાંક વિસ્તારમાં પણ આવી જતો હોય છે. ગોપાલગ્રામમાં પણ આવી જ ઘટના બની હતી. દીપડાએ છેક વાડીમાં આવીને બાળક પર હુમલો કર્યો હતો. 5 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો…બારડોલીમાં ખેતરમાં આગ લાગતા દીપડાના બચ્ચા દાઝ્યા, વન વિભાગે કરાવ્યું માતા સાથે પુનઃમિલન

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button