અમરેલીમાં હત્યાને ઇરાદે ત્રણ જણ પર કાર ચઢાવી દીધી? ઘટના CCTVમાં કેદ…

અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે ત્રણ યુવકનો જાનથી મારી નાખવાની ઈરાદે અકસ્માત કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત રાત્રે સિવિલ હોસ્પિટલના પરિસરમાં અજાણ્યા કાર ચાલકે ત્રણ યુવકો પર કાર ચઢાવવાનો પ્રસાસ કરવામાં આવ્યો તેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ત્રણ યુવકો પર કાર ચઢાવવાનો પ્રસાય કરવામાં આવ્યો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઘાયલ થયેલ અજય ખોડીદાસ ચૌહાણ તેના મિત્રો સાથે ચા પીવા માટે હોસ્પિટલના કેન્ટિનમાં જઈ રહ્યાં હતી. આ દરમિયાન વાયુ વેગે આવેલી i20 કારે જોરદાર ટક્કર મારી હતી. ચોંકાવનારી વાત એ છે કે, એકવાર ટક્કર માર્યા બાદ ફરી રિવર્સ ગિયરમાં ગાડી પાછી લાવીને તેમના પર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં અજય નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેસમાં પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, 29 જૂને સાવલકુંડલાના હથરસની રોડ પર બે પક્ષો વચ્ચે બબાલ થઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ પણ થયેલી છે. ત્યાર બાદ 30મી જૂને આ ઘટના બની હતી. જેથી બન્ને ઘટનાઓ એકબીજા સાથે સંલગ્ન હોવાનું પણ જણાઈ રહ્યું છે.
અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
આ કેસમાં વિગતો આપતા ડીએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, ઘાયલ અજય ચૌહાણની ફરિયાદ પર અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને જાણવા મળ્યું છે કે, આ કાર ભરત ખેતરિયાના ભાઈ જયસુખની છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને કેસની તપાસ ચાલી રહી છે. પુરાવા તરીકે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસે સાવરકુંડલામાં હત્યાના પ્રયાસ હેઠળ ક્રોસ ફરિયાદ પણ દાખલ કરી છે.