ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત? અમરેલીમાં યુવતી પર થયો જીવલેણ હુમલો, યુવકે છરીના ઘા માર્યા...
અમરેલી

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત? અમરેલીમાં યુવતી પર થયો જીવલેણ હુમલો, યુવકે છરીના ઘા માર્યા…

અમરેલીઃ ગુજરાતમાં મહિલાઓ પર હુમલો થયાની અનેક ઘટનાઓ બની છે. આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. વારંવાર મહિલાઓ પર હુમલો થયો હોવાની ઘટનાઓ બનતી રહે છે. ફરી એક બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમરેલીમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અમરેલીના ચિતલ રોડ પર આવેલા ભાવકા ભવાની મંદિર નજીક આ સમગ્ર ઘટના બની હતી. યુવકીને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સત્વરે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. યુવતીને ગળાના ભાગે ઘા વાગ્યા હોવાથી તેની હાલત અત્યારે ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વિપુલના છોકરાએ યુવતી પર કર્યો હતો હુમલો
મળતી જાણકારી પ્રમાણે વિપુલ નામના વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હોવાનું યુવતીએ નિવેદન આપ્યું હતું. પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમ પ્રકરણમાં આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત યુવતી હેતલ માવજી ભાડ અત્યારે ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે જાણ થતાની સાથે જ અમરેલી સીટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

યુવતી અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, યુવતીની માતાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે યુવતીની સગાઇ થતાં વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો છોકરો સતત તેનો પીછો કરતો હતો. આ યુવકે કોઈ અન્ય એક વ્યક્તિ સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. આથી પોલીસે કાર્યાવાહી હાથ ધરી દીધી છે.

પોલીસ પ્રેમસંબંધ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી
આ સમગ્ર કેસમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ પ્રેમસંબંધ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અત્યારે આરોપી ફરાર છે, જેથી પોલીસે ટીમ બનાવીને તેની શોધખોળ હાથ ધરી છે.

યુવતીની હાલત અત્યારે ગંભીર છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે યુવતીના ગળા પર છરીના ઘા મારવામાં આવ્યાં હતા. અત્યારે હેતલ માવજી ભાડની હાલત ગંભીર હોવાથી તે જીવન-મરણ વચ્ચે જજૂમી રહી છે.

આ પણ વાંચો…બાબરામાં શિક્ષણ જગતને કલંક: શિક્ષકે વિદ્યાર્થી સાથે જાતીય અડપલાં કરતાં ફરિયાદ નોંધાઈ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button