
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભા સીટ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. વિસાવદરના હર્ષદ રિબડીયાએ 2022ના પરિણામોને લઇને ઈલેકશન પીટિશન કરી હતી જેને તેમણે ગત સપ્તાહે પાછી ખેંચી લીધી હતી. AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીતને પડકારતી આ પીટિશન પાછી ખેંચી હતી. હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે.
આ પણ વાંચો..Gujarat Vidyapith ના વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી, કુલાધિપતિ શિષ્યવૃત્તિ સહિત ફેલોશિપ યોજના અમલી કરાશે…

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 બેઠકવાળી પણ ખંડિત થતી રહેલી વિધાનસભામાં હાલ વિસાવદર અને કડી બે બેઠક ખાલી છે. બંને સીટ માટે જુલાઈમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે.
આ પણ વાંચો..Ahmedabad ના સરદાર સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક, 9મીએ રિવરફ્રન્ટ ખાતે અધિવેશન
2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી જીતનારા ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠકથી રાજીનામું આપ્યું હતું, હવે આ બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે. ભાજપની ટિકિટ પર વિસાવદરથી ચૂંટણી હારેલા હર્ષદ રિબડીયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરેલી પીટિશન હાઈકોર્ટમાંથી પરત ખેંચવા અરજી કરી હતી. જેને લઈ ચૂંટણી યોજાઈ શકે છે.