સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ “ઝનાના હોસ્પિટલ” કાર્યરત
રાજકોટ: ગુજરાતની બીજા નંબરની ઝનાના હોસ્પિટલમાં 26મી તારીખથી ઓપીડી શરૂ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 25 મી એ લોકાર્પણ કર્યું અને 26મી એજ લગભગ 500 ઉપર પેશન્ટની ઓપીડી થી હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે.
ઝનાના હોસ્પિટલમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ છે. સગર્ભા મહિલાઓ ઉપરાંત બાળકો માટેનો પણ વિભાગ શરૂ છે ખાસ કરીને બાળકોની સર્જરી માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને પીડિયાટ્રીક સર્જન પણ હાજર છે જેથી સૌરાષ્ટ્ર ભરના નાના બાળકોને ઉત્તમ તબીબી સુવિધા પ્રાપ્ત થશે.
માઇક્રોબાયોલોજી,પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તપાસ ચાલુ કરવામાં આવી.
અલ્ટ્રા સોનોગ્રાફી પણ ચાલુ છે.
સગર્ભા માતાઓ, માતાઓ અને બાળકોના વિભાગ શરૂ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના કોઈપણ દર્દીને સગર્ભા માતાઓ, માતાઓ અને બાળકોને બધી સારવાર મળી રહેશે.
અપડેટેડ ઓપરેશન થિયેટર અને પેડીએટીક સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો.
1250 જેટલા મહેકમ નિષ્ણાતો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. આમ કુલ 2000 થી વધારે કર્મચારીઓ સાથે જનાના હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે.