ગુજરાતને રેલવેની મોટી ભેટ: સરાડીયા-વાંસજાળિયા નવી રેલવે લાઇનને મંજૂરી, સૌરાષ્ટ્રને મળશે વિકાસની ગતિ...
આપણું ગુજરાત

ગુજરાતને રેલવેની મોટી ભેટ: સરાડીયા-વાંસજાળિયા નવી રેલવે લાઇનને મંજૂરી, સૌરાષ્ટ્રને મળશે વિકાસની ગતિ…

જૂનાગઢઃ ગુજરાતને રેલવે મંત્રાલયે મોટી ભેટ આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના ઝોન હેઠળ ગુજરાત રાજ્યમાં સરાડીયા-વાંસજાળિયા નવી લાઇન માટે ફાઇનલ લોકેશન સર્વે (FLS)ને મંજૂરી આપી છે.

સરાડીયા-વાંસજાળિયા વચ્ચેની લાઇન 45 કિલોમીટર લાંબી છે. આ લાઇન શરુ થવાથી ગુજરાતના સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસ થશે. આ વિસ્તાર ભારતીય રેલવેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે, જેનાથી અહીંના લોકોને રેલવે દ્વારા દેશના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરવાની સુવિધા મળશે.

સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો અને ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે. આ લાઇન ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા તીર્થસ્થળો માટે વધારાનો માર્ગ પૂરો પાડશે. આ લાઇન ભારતીય રેલવેના સિદ્ધાંતોને અનુરૂપ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપશે.

સરાડીયા ગામ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલું છે. વાંસજાળિયા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલું એક રેલવે સ્ટેશન છે. તે પોરબંદરથી 34 કિમી દૂર છે. પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનો અહીં રોકાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button