આપણું ગુજરાત

માં અંબા ગયા-આવ્યા અંબાલાલ,કહ્યું – ચણિયાચોળી-કેડિયા-કુર્તા માં મારજો ધુબાકા. કડકડતી ઠંડી નો રાઉન્ડ આ દિવસોથી !

ભાદરવી પૂનમ પૂર્ણ થઈ ગઈ છે.માઈ ભક્તો હજુ પણ પોતાની આસ્થા અને આધ્યશક્તિની ભક્તિમાં હજુ લીન હશે ત્યાં જ હવે અંબાલાલ ફરી આવી ગયા છે. અંબાલાલની કથની આ વખતે નવરાત્રિ આયોજકો અને ગરબામાં મોડી રાત સુધી મન મૂકીને ગરબા લેવામાં માનતા ખેલૈયાઓ માટે ચિંતાના વાદળો ઉમટાવી રહ્યા છે.

અંબાલાલ પટેલે ચોખે-ચોખ્ખું કહી દીધું છે કે નવરાત્રીમાં વરસાદ ઝાલ્યો નહીં રહે. એટલે તમે સમજી લો કે મોંઘાદાટ ચણિયા ચોળી અને એટલા જ મોંઘા કુર્તા-પાયજામા અને કેડિયા પહેરીને તમારે ધુબાકા જ મારવાના છે.

જો કે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદની વિશેષ શક્યતા ઉપરાંત અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે

આપણ વાંચો: અંબાલાલ પટેલની અગમવાણીના ડાકલાથી ધૂણશે વાદળાં : કેડો નહીં જ મૂકે આ વરસાદ

બંગાળના ઉપસાગરમાં હલચલની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થશે. આ જ કારણોસર 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હવાથી ભારે વરસાદના અનુમાનને નકારી શકાય નહીં. જેવી આ સિસ્ટમ સક્રિય થશે કે તરત જ આની અસર વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં જોવા મળવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ થઈ શકે છે

તો વધુ ચિંતાજનક એ છે કે, 28મી થી જ વળી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરીનાંવાની પણ શક્યતા છે. જો આવું થયું તો દક્ષિ ગુજરાતમાં દે-માર વરસાદ પડવા સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં.

આવશે નોરતાની રઢિયાળી રાત

ભાદરવા સાથે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાં જ વધુ એક વરસાદી સિસ્ટમ આકારિત થવાની સંભાવનાને જોતાં અંબાલાલ પટેલ ઉમેરે છે કે,નવરાત્રિ દરમિયાન રાજીના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. વરસાદ સૌરાષ્ટ્ર ને ‘ટાર્ગેટ; કરશે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં છૂટો-છવાયો એટલે સાવ છાલક -છાંટા નહીં પણ થોડો વધારે વરસાદ પડી શકે છે.

આપણ વાંચો: હવે અંબાલાલે અહીં કરી આંગળી ? ક્યાં આવશે પૂર અને પ્રલય ?

શરદ પૂનમની રાતડી, રંગ ડોલરિયો

નવરાત્રીમાં ગરબાપ્રેમીઓને તરબોળ કર્યા પછી આવતી શરદ પૂનમ પછી પણ આ વરસાદ કેડો નહીં મેલે. અને રાજયભરમાં વરસાદી ઝાપટાઓ તમને ભાદરવાની ગરમીનો પ્રખર અહેસાસ નહીં થવા દે. એટલામાં ઠંડીનો રાઉન્ડ એટલે કે ચમકારો શરૂ થઈ જશે.

એની પણ તારીખ આપતા અંબાલાલ કહે છે, લા નીનોની અસરને કારણે 27 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. અને ઠંડીના ચમકારા વચ્ચે તમારો નવેમ્બર આરામ ડાક રીતે પસાર થશે. પણ ત્રીજી ડિસેમ્બર પછી ઠંડી તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી તો ભૂક્કા કાઢી નાખતી ઠંડીનો અહેસાસ ગુજરાતને થશે. આ ઠંડીના રાઉન્ડમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા જોવાઈ રહી છે.

તો હવામાન વિભાગ એવો ઈશારો કરે છે કે, આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય રહી અને તે પછી સિસ્ટમ બની. નવી રચાયેલી ડીપ લો પ્રેશર સિસ્ટમ હાલમાં ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત