સુરતની સચિન GIDCની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ, 24 કામદારો દાઝ્યાં
સુરત: સુરતની સચિન GIDCમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગઇકાલે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ફેકટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં 20થી વધુ કામદારો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને કામદારોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ કામદારોની હાલત ગંભીર છે. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ સચિન GIDC રોડ નંબર 8 પર આવેલી એક કેમિકલ કંપનીમાં રાત્રે 2 વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગતા કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો જેને કારણે 20થી વધુ કામદારો દાઝ્યા હતા. તમામને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, ત્રણ કામદારોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. વેસુ, મજુરા, માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનોનો કાફલો સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.
આગ લાગવાનું ચોક્કસ કરણ હજુ જાણવા મળ્યું નથી, તપાસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.