'Oye, hero nahi banne ka': રોહિત શર્માનો આ વીડિયો ગુજરાતપોલીસે કેમ ટ્વીટ કર્યો મુંબઈ સમાચાર
આપણું ગુજરાતસ્પોર્ટસ

‘Oye, hero nahi banne ka’: રોહિત શર્માનો આ વીડિયો ગુજરાતપોલીસે કેમ ટ્વીટ કર્યો

અમદાવાદઃ કહેવાય છે કે તમારે શિખવાની હોશ હોય તો ગમે ત્યાંથી શીખી શકાય છે. કોઈપણ નાની ઘટના કે એકાદ વાક્ય પણ જીવનમાં સારો પાઠ ભણાવી જાય છે. જોકે ઘણી વાતો એવી છે જે વારંવાર શિખવાડવામાં, કહેવામાં આવે છે, તેનું પાલન ન કરો તો દંડ કરવામાં આવે છે, દંડા પણ પડે છે, પણ લોકો સુધરતા નથી અને આવી જ એક વાત છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની.

નજરની સામે દુર્ઘટના ઘટતી જોતા હોવા છતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે અને પોતાના અને અન્યોના જીવ સાથે રમત રમે છે ત્યારે ગુજરાત પોલીસે તાજેતરમાં ક્રિકેટના મેદાન પરની એક ઘટનાનો ઉપયોગ કરી વાહનચાલકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપી છે.

https://twitter.com/i/status/1762070497494220862



આ વીડિયો તાજેતરમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચનો છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા ફિલ્ડિંગ ભરી રહેલા સરફરાઝ ખાનને હેલ્મેટ પહેરવા કહે છે. રોહિત મેદાન પર રમૂજ કરવા જાણીતો છે ત્યારે તે સરફરાઝને તે જ અંદાજમાં કહે છે કે એ ભાઈ યહા પે હીરો નહીં બનને કા. હેલ્મેટ પહેન. તેમ કહી તે સરફરાઝને હેલ્મેટ પહેરાવે છે. કોમેન્ટ્રેટર પણ આ વાતની નોંધ લે છે. કેપ્ટન તરીકે પોતાના ટીમમેટનું ધ્યાન રાખવાની રોહિતની આ સ્ટાઈલ સૌને ગમી છે.

હવે ગુજરાત પોલીસે આ ક્લિપ ટ્વીટ કરી છે અને કેપ્શન આપી છે કે આ તરીકા થોડી કેઝ્યુઅલ હૈ પર ઈમ્પોર્ટન્ટ હૈ. પોલીસ આ રીતે નહીં પણ દંડો અને દંડ ઉગામીને કહેતી હોય છે.

અગાઉ ક્રિકેટના મેદાન પર ભારતીય ઓલ રાઉન્ડર રમણ લાંબાનું હેલ્મેટ ન પહેરવાને કારણે મોત થયાની ઘટના છે. ક્રિકેટનું મેદાન હોય કે તમારા શહેરનો રસ્તો હેલ્મેટ તમારું રક્ષક છે. પોલીસના દંડના ભયથી નહીં, પરંતુ તમારા રક્ષણ માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે.

સંબંધિત લેખો

Back to top button