ગુજરાતમાં 17 નવા તાલુકાની સત્તાવાર જાહેરાત, સરકારે મંજૂરી આપી

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા 17 તાલુકાની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 જેટલા નવા તાલુકાની રચના કરવામાં આવી છે. જો કે, ઋષિકેશ પટેલ દ્વારા આ નવા તાલુકાઓની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર દ્વારા મોટો દાવ ખેલવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં આ નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે.
બનાસકાંઠામાં 4 અને વલસાડમાં 3 નવા તાલુકાની જાહેરાત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી યાદીમાં સૌથી વધારે બનાસકાંઠામાં 4 અને વલસાડમાં 3 નવા તાલુકાની જાહેરાત કરવામાં આવ્યું છે. એનો અર્થ એ છે કે, બનાસકાંઠામાં સૌથી વધારે વિભાજન થયું છે. ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા એક્સ પર પોસ્ટ કરી છે.
કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો આ નિર્ણયઃ ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, કેબિનેટ બેઠકમાં નવો જિલ્લો વાવ – થરાદ તથા નવા 17 તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાનો સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓ સંખ્યામાં આટલો મોટો ફેરફાર થયો છે. નવા 17 તાલુકાની રચના થતા રાજ્યના કુલ તાલુકાઓના સંખ્યાબળમાં વધારો થશે. રાજ્યના કુલ 252 તાલુકા છે, જેમાંથી નવા 17 ઉમેરાતા કુલ સંખ્યા વધીને 269 થશે.
લોકોને શું થઈ શકે છે ફાયદો
નવા જિલ્લા યા તાલુકાઓ જાહેર કરવાથી જે તે વિસ્તારના તાલુકાના લોકોને ફાયદો થઈ શકે છે. સરકાર તરફથી મળતા ફંડમાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત, જે તે તાલુકાના માળકાખીય અને જાહેર જનતા સંબંધિત સુવિધાઓમાં પણ વધારો થશે.