આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ક્ષત્રિયોમાં તડાં, કાઠી સમાજે પુરુષોત્તમ રુપાલાને કર્યા માફ, ટેકો જાહેર કર્યો

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા બફાટ બાદ ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત રોષ છે. જો કે હવે ક્ષત્રિય સમાજમાં પણ તડાં પડતા જોવા મળી રહ્યા છે, એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો રુપાલાને માફી આપવા તૈયાર નથી ત્યારે બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી છે. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાને માફી આપતા પત્રકાર પરિષદ યોજીને ક્ષત્રિય સમાજે ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખના નિવેદનથી હાલ તો ખળભળાટ મચી ગયો છે.

પુરુષોત્તમ રૂપાલાનો જોરદાર વિરોધ કરતા ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા છે. સમગ્ર રાજ્ય ક્ષત્રિય સમાજના લોકો ધરણા અને પ્રદર્શનો કરી રૂપાલાની ટિકીટ રદ્દ કરવા માંગ કરી રહ્યા છે, ત્યારે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલાનું સમર્થન કર્યું છે. સમાજના પ્રમુખે કહ્યું કે, અમારી સમાજની કોર કમિટીની બેઠક મળી હતી, જેમા સમાજે નક્કી કર્યું છે કે અમે નિર્ણય કરી લીધો છે અને ભાજપ સાથે જ છીએ.નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે ખભેથી ખેભો મિલાવીને છે. અમારો સમાજ હિન્દુત્વને વરેલો છે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે.

આ પણ વાંચો : પાટીદાર સમાજ રૂપાલાના પડખે, સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં લાગ્યા બેનર

કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે વધુમાં કહ્યું કે, અમારા ઈષ્ટ દેવ શ્રી રામની પુન પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે ત્યારે અમને આધ્યાત્મિક સંતોષ થયો છે. જ્યારે હવે 2024ની લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ભારતના વિકાસ માટે અમે સમર્થન આપ્યું છે. સૌરાષ્ટ્ર કમલમ્ કાર્યાલય ખાતે પરસોતમ રૂપાલાને કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મંત્ર અને રામ મંદિર બનાવ્યું છે. 400 પારનો નારો છે તેને કારણે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છીએ. કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કાંઈ જ લેવાદેવા નથી. અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને રહેવાના છીએ.’

ઉલ્લેખનિય છે કે પુરુષોત્તમ રૂપાલા મામલે કાઠી ક્ષત્રિય સમાજ ભાજપના સમર્થનમાં આવતા હવે સૌરાષ્ટ્ર ભાજપમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,

ભાજપે રાજકીય દાવપેચ લગાવી ક્ષત્રિયોમાં તડા પડાવતા રૂપાલાને ચોક્કસપણે રાહતનો શ્વાસ લીધો હશે. તેમના માટે આ મોટી રાહતના સમાચાર કહીં શકાય તે ઉપરાંત ભાજપને પણ ચોક્કસ લાભ થશે કારણ કે ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, રાજકોટ, જુનાગઢ સહિતના કાઠી ક્ષત્રિય આગેવાનોએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button