રાજકોટ સિવિલ હોસ્પિટલ અધ્યક્ષ ડોક્ટર આર એસ ત્રિવેદી ની છુટ્ટી
સમગ્ર સૌરાષ્ટ્રનું આરોગ્યની દ્રષ્ટિએ હફ ગણાય તેવું રાજકોટ અને સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ના સુપરિટેન્ડન્ટ તરીકે ડોક્ટર આર એસ ત્રિવેદીની નિમણૂક રદ કરવામાં આવી છે.
બર્નસ્ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડીન ડોક્ટર મોનાલી માકડીયાને સિવિલ હોસ્પિટલના તરીકે નિમણૂક આપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલ નું તંત્ર ખાડે ગયું હતું અને અવાર-નવાર રજૂઆતો છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો ન હતો અને તે અંગે આરોગ્ય મંત્રીને પણ મુંબઈ સમાચારે ,પ્રેસ મીડિયા ઉપરાંત સંગઠનો એ વારંવાર રજૂઆતો કરી હતી.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારેય નહીં સુધરે?
અંતે કૌભાંડ અવ્યવસ્થાની હદ વળોટાઈ જતા ઉપરથી આદેશ આવ્યો હતો કે ડોક્ટર આર એસ ત્રિવેદી ને ફરજ મુક્ત કરી તેમની મૂળ જગ્યાએ ખસેડવામાં આવે અને બર્ન તથા પ્લાસ્ટિક સર્જરી વિભાગ ના વડા મોનાલી માકડીયાને ચાર્જ સોંપવામાં આવે.
ડોક્ટર મોનાલી માકડીયા માટે સિવિલ હોસ્પિટલ નું તંત્ર ચલાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું થશે કારણકે જુના પેધી ગયેલા કર્મચારીઓ, કર્મચારી સંગઠનો અને ડોક્ટરોને કાબુમાં કરી અને કામ કરતા કરવા તે બહુ અઘરી બાબત છે.
આશા રાખીએ છીએ કે નવા સુપરિટેન્ડેન્ટ તરીકે સરસ કામગીરી કરી સિવિલ હોસ્પિટલની વહી ગયેલી આબરૂ ફરી પાછી મેળવી શકાશે.