આપણું ગુજરાત

ભરત બોઘરાનું નામ હટાવો,એવું કેમ?

રાજકોટ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતા મહેશ રાજપુત એ સોશિયલ મીડિયામાં ભરત બોઘરા નો વિરોધ કર્યો વિગત મુજબ તેમણે કૃષ્ણ ઉઠાવ્યો હતો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર શ્રી તથા મેયર શ્રી મારો પ્રશ્ર્ન છે કે આ બગીચો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના વૉડ : ૮ મા સરદાર બાગ આવેલ છે તેમા સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ ના આનાવરણ કરેલ છે તેમા માત્ર ડૉ.ભરતભાઈ બોધરા લખેલ છે, આ વ્યક્તિગત નામ લખેલ હોય તેવું સ્પષ્ટ શાબિત થાય છે કારણ કે કોર્પોરેશન દ્વારા કરેલ હોય તો મેયર શ્રી નું નામ પણ હોય અને કોર્પોરેશન દ્વારા લખેલ હોય, કોની મંજુરી થી આ કરવામા આવેલ છે? કય રીતે ભાજપના નેતાની હિંમત થઈ કે પોતાનું નામ લખી નાખેલ છે..રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર તથા મેયર શ્રી જવાબ આપે…સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ મુકવા બદલ અભિનંદન પણ વ્યકિત પોતાનું નામ લખે તે વ્યાજબી નથી.

કાલે સવારે હું પણ કોઈ નેતાનું પૂતળું મૂકી મારું નામ લખી દઈશ તો તે ચલાવી લેવામાં આવશે? તેથી તાત્કાલિક ભરત બોઘરા નું નામ હટાવી લેવામા આવે એવી માગણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button