રાજકોટમાં માનસિક બીમાર માતાની પુત્રએ હત્યા કરી સ્ટેસ્ટ મૂક્યું “કિલ ટુ માય મોમ – લોસ માય લાઈફ”
રાજકોટ: આપણે માતા અને પુત્રના પ્રેમના કિસ્સાઓ અને અમર કથાઓ સાંભળી છે પરંતુ રાજકોટના એક કિસ્સાએ માતા અને પુત્રના શર્મસાર કરી દીધો છે. જ્યાં એક પુત્રએ પોતાની માનસિક વિકલાંગ માતાને ગળાફાંસો દઈને મોતને ઘાટ ઉતારી દીધા બાદ માતાની સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘Im kill to my mom – Loss my life’.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહ ગાર્ડન નજીક ગુજરાત હાઉસિંહ બોર્ડના ક્વાટર્સમાં રહેતા એક પુત્રએ પોતાની માનસિક બિમાર માતાને ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની હત્યા કર્યા બાદ તેણે જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને આ બાદ યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
રાજકોટના ભગતસિંહજી ગાર્ડન નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર્સમાં રહેતા જયોતીબેન ગોસાઈની તેમના પુત્રએ હત્યા કરી હોવાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં હત્યા કરનાર તેનો પુત્ર નીલેશ ગોસાઇ પણ હાજર હતો જેની પોલીસ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી
પોલીસ મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડીને વધુ પુછપરછ હાથ ધરી છે. માતા માનસિક બીમાર હોય પુત્ર નીલેશ તેમની સેવા કરતો હતો. પરંતુ માતાની માનસિક બીમારીથી કંટાળીને પુત્રએ પોતાની માતાની હત્યા કરી દીધી હોવાનું હાલ મનાઈ રહ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.