ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટ Hirasar Airportની પ્રોટેકશન દિવાલ ધરાશાયી
અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની(Hirasar Airport) 15 ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઇ છે. મીડિયા અહેવાલ અનુસાર ગત સોમવારે દિવાલ ધરાશયી થઈ હતી. જો કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એરપોર્ટની રનવે પરની દિવાલ ધરાશયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય એક વર્ષ પૂર્વે જ પૂર્ણ થયું હતું. આ અગાઉ રાજ્યમાં ભારે વરસાદ વખતે જૂન માસમાં પણ એરપોર્ટ પર કેનોપી તૂટવાની ઘટના સામે આવી હતી. જેના પગલે હવે એરપોર્ટના કામની ગુણવત્તાને લઇને પ્રશ્નો ઉદભવ્યા છે .
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યમાં ભારે વરસાદને લઇને વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સોમવારથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 35 પર પહોંચ્યો છે. બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પીએમ મોદીએ સીએમ સાથે ફોન પર માહિતી મેળવી
રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરમાં ફસાયેલા લોકોની રાહત અને બચાવ કામગીરી એનડીઆરએફ , એસડીઆરએફ, આર્મી, ઈન્ડિયન એર ફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગુજરાતના સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી માહિતી મેળવી હતી. તેમજ કોઇપણ સ્થિતીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની મદદની ખાતરી આપી હતી.
Also Read –