Rajkot માં રોગચાળો વકરતા તાવથી બેના મોત, ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા
રાજકોટ : ગુજરાતના રાજકોટમાં(Rajkot)રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે. તેમજ મેલેરિયા અને ચિકન ગુનિયાના ચાર-ચાર કેસ નોંધાયા છે. તાવ, શરદી અને ઉધરસના 1600 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય કેસમોમા વધારો થતા દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો લાગી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળો વકરતો રોકવામાં આરોગ્ય વિભાગ નાકામ સાબિત થઈ રહ્યુ છે. દરમિયાન તાવથી બે દર્દીઓના મોત પણ થઈ ચુક્યા છે.
રાજકોટ અને મેટોડામાં બે દર્દીના તાવથી મોત
રાજકોટમાં વરસાદની ઋતુ બાદ રોગચાળાએ ભરડો લીધો છે. રોગચાળાના કારણે તાવના કેસો વધી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટ અને મેટોડાના બે દર્દીના તાવથી મોત થયા છે. જેમાં રાજકોટનાં 70 વર્ષના વૃધ્ધ અને મેટોડાની એક વર્ષની બાળકીનુ મોત થયુ છે. હાલ ચોમાસાની સીઝન બાદ રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસ અને વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો નોંધાયો છે.
Also Read –