Gujarat માં આજે છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આગામી ત્રણ દિવસ મોન્સૂન ટ્રફના કારણે હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે
મોન્સૂન ટ્રફના કારણે વરસાદની અગાહી
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જોકે, હાલ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઇ છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ માત્ર એક જ સિસ્ટમ મોન્સૂન ટ્રફ સર્જાયું છે. જેના કારણે આજે 10મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
11મીના રોજ દાહોદ, પંચમહાલ સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદ
જ્યારે 11મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઇ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.