જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની નારેબાજી
9 ઓગસ્ટ 2024 ના રોજ પશ્ચિમ બંગાળ ના કોલકાતા માં R G Kar મેડિકલ કોલેજ માં બનેલ બનાવ જેમાં કે ટીબી ચેસ્ટ વિભાગ માં કાર્યરત મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે થયેલ અનિચ્છનીય બનાવ જેમાં તેણીની સાથે ક્રૂરતા પૂર્વક બળજબરી કરી તેણીની હત્યા કરવામાં આવી હતી જેનો વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છીએ .
જુનિયર ડોક્ટર એસોસિયેશન રાજકોટ , ઇન્ટર્ન ડોક્ટર તથા યુજી મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર્સ આ કેન્ડેલ માર્ચ દ્વારા પીડિતા ને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લઈએ છીએ . રેસિડેન્ટ ડોક્ટર ના પરિવારજનો માટે અમે સહાનુભૂતિ રાખીએ છીએ. એમની આવી કપરી પરિસ્થિતિ માં અમે તેઓની સાથે છીએ અને હિમ્મત તથા સાંત્વના આપીએ છીએ.
અમને સરકાર શ્રી અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબત માં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટના માં સંકળયેલ આરોપી ને આકરી સજા કરી પીડિતા ને ન્યાય આપવામાં આવે.
| Also Read: Kolkata Rape case: દેશભરમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રહેશે
આ બનાવ બાદ ભવિષ્ય માં આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને તથા બધાજ ડોક્ટરો સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણ માં રહી સલામતી અનુભવી દર્દી નારાયણ ની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદા ની સરકાર શ્રી અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ