આપણું ગુજરાતસૌરાષ્ટ્ર

હવે મેઘરાજાની મેળામાં એન્ટ્રી, રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ…

રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટના મેળાની રાહ જોતા હોય છે અને લોકો માટે રૂટિન લાઈફમાંથી બહાર આવી બે દિવસ મહાલવાનો જ્યારે વેપારીઓ માટે તહેવારોમાં કમાણી કરવાનો આ એક સારો મોકો હોય છે, પરંતુ રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ વિધ્નો આવી રહ્યા છે.

પહેલા તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં લઈ મેળાની એસઓપી મામલે રાઈડના માલિકો નારાજ હોવાથી રાઈડ્સ ઓછી આવી હતી અને તેવામાં મેઘરાજાએ એક જ ઝાટકે બધુ રેલમછેલ કરી નાખતા મેળાની મજા બગડી ગઈ છે.

રાજકોટના મેળામાં ઘણી મોટી રાઈડ્સ અને રમતો તેમ જ ખાણી પીણી અને ખરીદારી માટેના સ્ટોલ્સ હોય છે. ખૂબ જ વિશાળ મેદાનમાં યોજાતા મેળામાં સૌરષ્ટ્રભરથી લોકો આવે છે અને ઘણીવાર ગુજરાતના લોકો પણ મેળાની મજા માણવા અહીં આવે છે. વિશાળ પાર્કિગ અને સુરક્ષા સાથે આ મેળાને સફળ બનાવવા તંત્ર ખડેપગે હોય છે, પરંતુ રાજકોટમાં ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ તંત્રએ ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે.

બીજી બાજુ રાજ્યભરમાં વરસાદની આગાહી હોવા છતાં વ્યવસ્થાઓ કેમ રાખવામાં આવી નથી, તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે. હાલમાં ગ્રાઉન્ડમાં પાણી છે અને લોકો માટે મુશ્કેલીઓ છે. વળી, ગંદકી થવાથી બીમારીનો ભય પણ રહે છે. આથી આ જન્માષ્ટમીમાં મેળાની અસલી મજા માણવા મળશે કે કેમ તે સવાલ લોકોને થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button