આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારનો દાવો ’27 મૃતદેહો સોંપાયા, હાલ એક પણ વ્યક્તિ ગુમ નથી.’

રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને સરકારે એક મહત્વનું નિવેદન કર્યું છે. સરકારે એક પ્રેસ રિલિઝ જાહેર કરીને દુર્ઘટના બન્યાથી લઈને આજ સુધી કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ 27 મૃતદેહોના DNA મેચ કર્યા બાદ તેમના પરિવારજનોને મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે હાલ એક પણ વ્યક્તિ ગુમ નથી. ત્રણ વ્યક્તિ ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજ્યના રાહત કમિશ્નરે જણાવ્યું હતું કે, બનાવની રાતે મૃતદેહો રિકવર થયા બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમાર્ટમ તથા ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી તે સેમ્પલને મોડી રાત્રે એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ.ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલોની ઓળખ થઈ જતા ૨૭ લોકોનો આ દુર્ઘટનાંમાં મૃત્યુ પામ્યાનુ કન્ફર્મ થતા ૨૭ મૃતદેહોને તેમના પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.

મૃતદેહના સેમ્પલ લેવાયેલ ત્યારથી સરકારે એક મૃતદેહ દીઠ એક પીએસઆઇ અને નાયબ મામલતદારને તેમના પરિવારનો સંપર્ક, તેની અંતિમવિધિ તેમજ તેમણે મળનારી મુખ્યમંત્રી રાહત ફંડની રકમ સુધીની કામગીરી સોંપવામાં આવી છે. આ દુર્ઘટનામાં દાઝેલા અમુક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય અને ત્યાં મૃત્યુ પામ્યા હોવાની વિગતો પર સરકારે જણાવ્યું હતું કે, આ ભ્રામક માહિતી છે અને મામલતદારે હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન લીધેલ છે અને આથી એ બાબત ખોટી હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવમાં વિજયભાઇ પંડયા દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેમનો પુત્ર અને પડોશના બે અન્ય છોકરાઓ ગુમ છે, પરંતુ અંતે આ ફરિયાદ ખોટી સાબિત થતાં ફરિયાદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમ છતાં કો હજુ કોઈ ગુમ હોય તો તેની જાણ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર :

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777
SIT ના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦,
SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯,
એસ.એમ.જાડેજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭,
આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦,
ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦,
ડીસીબી પો.સ્ટ. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫,
રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦ તથા
રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦)

ઓળખ થયેલા 27 મૃતદેહો :
27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા

1) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
2) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
3) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
4) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ
5) સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
6) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
7) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
8) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
9) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
10) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
11) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
12) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
13) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ
14) સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
15) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
16) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
17) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
18) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
19) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
20) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
21) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
22) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
23) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
24) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
25) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ
26) મોનુ કેશવ ગોંડ, રહે. ગોરખપુર
27) અક્ષય કિશોરભાઈ ઢોલરિયા, રહે. યુએસએ

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો