આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Rajkot Fire Case: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે SITનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો

ગાંધીનગર: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ માટે જવાબદારો સામે ઝડપથી તાપસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી છે, આ SITએ તાપસ બાદ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ફાયર વિભાગ સહીત અન્ય વિભાગોના ઘણા અધિકારીઓની બેજવાબદારી સામે આવી છે. જોકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હજુ ચાલી રહી છે.
અગાઉ SITએ 20 જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સરકારને સોંપવાનો હતો પરંતુ તાપસ પ્રક્રિયા ચાલુ હોવાથી, રીપોર્ટ સોંપવામાં વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી.

નોંધનીય છે કે રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે, તપાસ બાદ SITએ રાજ્ય સરકાર રિપોર્ટ સોંપી દીધો છે. નોંધનીય છે કે આ ઘટના પાછળ ઘણા ઉચ્ચ અધિકારીઓની બેદરકારી કારણ હોઈ શકે છે. તપાસ દરમિયાન ચાર IAS અને એક IPS અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે.

અહેવાલ મુજબ ચાર વિભાગોની બેજવાબદારી સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસ વિભાગના વિભાગો અને બાંધકામ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો