આપણું ગુજરાતટોપ ન્યૂઝ

કચ્છ જવાનું વિચારો છો? તો આ જરૂર વાંચજો, નહીં તો ફસાઈ જશો

કચ્છના ધોરડો ખાતે આવેલા સફેદ રણમાં હાલ ‘રણ ઉત્સવ’ ચાલી રહ્યો છે, 25 ફેબ્રુઆરી સુધી ચાલનારા રણ ઉત્સવમાં મોટી સંખ્યમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે હવે રોડ મારફતે અમદાવાદ અને રાજકોટથી કચ્છ પહોંચવામાં સામાન્ય કરતા વધુ સમય લાગશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઈ)એ કચ્છના એન્ટ્રી પોઈન્ટ એવા માળિયા નજીકના બે રેલવે ઓવરબ્રિજ માંથી એકને સમારકામ માટે બંધ કરી દીધો છે. ઓવરબ્રિજના સમારકામ માટે ત્રણ મહિના વધુ સમય લાગશે. જેને કારણે કચ્છના બે મહત્વના બંદર કંડલા અને મુદ્રા માટે આવતાજતા કાર્ગોને વ્યાપક પહોંચશે.

સુત્રોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજ બંધ થયો હોવાથી અજાણ હજારો મુસાફરો અને માલવાહક વાહનો મંગળવારે માળિયા નજીક કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા, 15-20 કિમીનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. માળિયાથી સૂરજબારી સુધીનું 18 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 2-3 કલાકનો સમય લાગ્યો હતો.

સામાન્ય રીતે, અમદાવાદથી ભુજ પહોંચવામાં સાત કલાક અને ગાંધીધામ પહોંચવામાં લગભગ પાંચ કલાક લાગે છે. કચ્છથી આવતા અને જતા વાહનોને એક ઓવરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવતા, મુસાફરીના સમયમાં નોંધપાત્ર વધારો થશે.

બ્રિજની એક બાજુ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને બંને બાજુથી આવતા વાહનો બ્રિજની એક જ લેન પરથી પસાર થઇ રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવેએ છ મહિના પહેલા પુલની બીજી બાજુની ઊંચાઈ વધારી હતી અને તે સમયે પણ વાહનોને એક જ સાઇડનો પસાર થયા હતા

એનએચએઆઈના અધિકારીના જણાવ્યા મુજબ રેલવેએ આ બ્રીજને સમારકામ માટે બંધ કરવા અને વાહનો માટે ડાયવર્ઝન બનાવવા માટે કહ્યું હતું. રેલવે ઇલેક્ટ્રિફિકેશનના કામ માટે બ્રિજની ઊંચાઈ વધારવા માંગે છે. એનએચએઆઈ અને પોલીસની ટીમો ટ્રાફિકનું સંચાલન કરી રહી છે.

પોલીસ અધિકારીના જણવ્યા મુજબ આ કામગીરી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની ધારણા છે. કાર ચાલકો રોંગ સાઇડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેના પરિણામે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અમે લોકોને લાઇન ન તોડવા અને ધીરજ રાખવાની અપીલ કરીએ છીએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોરોજ 20,000 કાર્ગો અને કન્ટેનર ટ્રક બે કચ્છના મહત્વપૂર્ણ બંદરો કંડલા અને મુન્દ્રા સુધી પહોંચવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકોના જણવ્યા મુજબ લગભગ 4,000 થી 5,000 ટ્રક ટ્રાફિક જામમાં ફસાયા હતા. અમને સારો વૈકલ્પિક રોડ આપવા માટે અમે તંત્રને રજૂઆત કરી રહ્યા છીએ જેથી કાર્ગો હેન્ડલિંગને અસર ન થાય.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker